Gandhinagar News: મહાકુંભ મેળામાં જવા માટે વધુ પાંચ બસ શરૂ કરવામાં આવનાર છે. ગુજરાતમાંથી વધુ પાંચ વોલ્વો દોડાવાશે. રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે. ચોથી ફેબ્રુઆરીથી પાંચ નવી બસો પ્રયાગ રાજ માટે દોડશે.
લોકોની માંગને ધ્યાનમાં રાખીને મહાકુંભમાંથી ઉપડેલા ઘોડાપૂરને દ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહાકુંભની સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે. અમદાવાદથી વધુ એક, સુરતથી બે બસો, વડોદરાથી અને રાજકોટથી એક-એક બસ શરૂ કરવામાં આવશે. નવી બસોનું બૂકિંગ આજથી શરૃ કરવામાં આવ્યું છે.
સુરત અને રાજકોટથી શરૂ કરવામાં આવનારી બસોના રાત્રિ રોકાણની વ્યવસ્થા મધ્યપ્રદેશની સરહદ પર આવેલા બારણ મુકામે કરવામાં વી છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી શરૂ થનારી નવી બસોની પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા મધ્યપ્રદેશના શિવપુરી મુકામે કરવામાં આવી છે. આ શરૂ થનારી બધી પાંચ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પ્રવાસીઓએ પોતાની રીતે કરવાની રહેશે.
પ્રવાસીઓ પાસેનું ભાડુ અમદાવાદથી રૂ.7,800, સુરતથી રૂ.8,300, વડોદરાથી રૂ.8,200 અને રાજકોટથી રૂ. 8,800 નક્કી કરવામાં આવ્યું છે. આ પેકેજ પ્રતિ વ્યક્તિ દીઠ નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:બજેટ પહેલા LPG ગેસ સિલિન્ડર સસ્તું, દિલ્હી, જયપુર, મુંબઈમાં આ હશે નવી કિંમત
આ પણ વાંચો:બજેટ પછી તમારો આવકવેરો કેટલો વધ્યો કે ઘટ્યો? સંપૂર્ણ માહિતી અહીં ઉપલબ્ધ
