Business News: સરકારે બજેટમાં સામાન્ય લોકોને થોડી રાહત આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ સતત બીજા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે એટલે કે 1લી ફેબ્રુઆરીને શનિવારે બજેટ આવવાનું છે. બજેટના દિવસે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને લોકોને ખુશખબર આપી છે.
દેશના મોટા શહેરોમાં એલએલપીજી ગેસ સિલિન્ડરની કિંમત?
એલપીજીના નવા દર ફેબ્રુઆરી 2025થી અમલમાં આવ્યા છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 7 રૂપિયા ઘટીને 1797 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે કોલકાતામાં 1907 રૂપિયા, મુંબઈમાં 1749.5 રૂપિયા અને ચેન્નાઈમાં 1959.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જયપુરમાં પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 6.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે તેની કિંમત હવે 1825 રૂપિયા થઈ ગઈ છે.
એવું માનવામાં આવે છે કે સરકાર એલપીજી અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો સંબંધિત કેટલીક રાહતની જાહેરાત કરી શકે છે. હવે તમામની નજર બજેટ 2025 પર છે કે શું સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી વધારી શકે છે.
બજેટના દિવસે છેલ્લી વખત કિંમત શું હતી?
બજેટ 2024ના દિવસે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1769.50 રૂપિયા હતી, જ્યારે 2023માં તે 1769 રૂપિયા હતી. 2022ના બજેટ દરમિયાન સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હીમાં તેની કિંમત 1998.50 રૂપિયાથી ઘટીને 1907 રૂપિયા થઈ ગઈ હતી.
આ પણ વાંચો: LPG કિંમતથી UPI સુધી… આ 5 મોટા ફેરફારો, 1લી ફેબ્રુઆરીએ બજેટના દિવસે લાગુ કરાશે
આ પણ વાંચો: આગામી દિવસોમાં મોંઘવારીથી રાહત મળશે, આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય ચીજોના ભાવ ઘટશે !
