Ahmedabad News: અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશને લૂંટનું કાવતરું નિષ્ફળ ગયું છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર સાડા છ લાખ રૂપિયાની લૂંટ કરવાના કાવતરાને આરોપીઓ અંજામ આપે તે પહેલાં જ ચાર લૂંટારાની ધરપકડ કરવામાં આવી છે.
મહેસાણા એલસીબીએ લૂંટારુઓમાં ચારને પકડી લીધા હતા અને તેમની પાસેથી બે પિસ્તોલ જપ્ત કરી હતી. જયારે બાકીના ચાર ફરાર થઈ ગયા છે. પોલીસને વિશ્વાસ છે કે બાકીના લૂંટારુઓને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. આઠ શખ્સોએ ભાંડુ ગામે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તેઓ લૂંટના આ કાવતરાનો અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર અંજામ આપે તે પહેલાં તે મહેસાણા એલસીબીની ઝપટમાં આવી ગયા હતા.
હવે મહેસાણા એલસીબી તે તપાસી રહી છે કે તેઓને આ પ્રકારની રકમ અહીં છે તેવી માહિતી મળી કેવી રીતે જેના આધારે તેમણે આ કાવતરાનો અંજામ આપ્યો. આ સિવાય તેને વિશ્વાસ છે કે ભાગી ગયેલા બાકીના ચાર આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાશે. તેના માટેની કડી તેને પકડાયેલા આરોપીઓ પાસેથી મળશે તેમ તેનું કહેવું છે. મહેસાણા પોલીસે જણાવ્યું હતું કે તેમને મળેલી બાતમીના આધારે તેમણે આ કાર્યવાહી કરી છે.
આગામી દિવસોમાં આ ગુનેગારોના ઘરો પર પણ પોલીસ ત્રાટકી શકે છે. તેમના સગડ મેળવવા માટે તેઓના ઘરો પર ચાંપતી નજર રાખવામાં આવી શકે છે. તેની સાથે પકડાયેલા લૂંટારુઓના મોબાઇલ ફોન સર્વેલન્સમાં મૂકવામાં આવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
આ પણ વાંચો: કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશ્નરે 1543 પોલીસ કર્મચારીઓની કરી બદલી

