Ahmedabad News : અમદાવાદમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી કરવાની જાહેરાત કરવામાં આવી છે . આ સાથે પોલીસ કોન્સ્ટેબલ અને રક્ષક દળના કર્મચારીઓ ઉપરાંત ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલનો તેમાં સમાવેશ થાય છે. આ સાથે કૂલ મળીને 744 પોલીસ કર્મચારીઓની બદલી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તે સિવાય એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે અધિકારીઓ પાસેથી ઓર્ડર મળ્યાના 7 દિવસમાં જ બદલીના સ્થળે કર્મચારીઓએ હાજર થવાનું રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર G. S. Malik દ્વારા તાજેતરમાં મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શહેર પોલીસ દળના કુલ 744 પોલીસ કર્મચારીઓની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.
01 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેર કરાયેલા આ મહત્ત્વપૂર્ણ આદેશ માં બિનહથિયારી સ્ટાફ જેવા કે ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને અલોક રક્ષક દળ (અ.લો.ર.) ના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Patan News/પાટણ રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3થી વધુ લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો
આ પણ વાંચો: Patan News/પાટણના સિદ્ધપુરમાં સામાન્ય બાબતમાં ગુરુએ કરી ચેલાની હત્યા
