Patan News: પાટણના સિદ્ધપુર માં સામાન્ય બાબતમાં ગુરુએ ચેલાની હત્યા કરી હતી. આ બનાવના પગલે આખા પાટણમાં સનસનાટી મચી ગઈ હતી. હત્યાનું કારણ પણ નજીવું હતું. ફક્ત નાસ્તાની બાબતે ઝગડો થતો ગુરુએ ચેલાને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ હત્યાકાંડમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો હતો.
પોલીસે આ સાથે સિદ્ધપુર (Sidhpur) લોહીલુહાણ હાલતમાં ભિક્ષુક જેવા મળેલા મૃતદેહને લઈને ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ભિક્ષુક જેવા મળેલા મૃતદેહને લઈને સઘન તપાસ આદરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસની તપાસમાં ગુરુએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે તપાસ હાથ ધરી હતી. આરોપીની પૂછપરછમાં દીપક પરમાર ઉર્ફે દીપકગીરી હોવાની ઓળખ થઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીએ પોલીસની તપાસમાં તેણે કબુલાત કરી હતી કે, મૃતક યુવક પિન્ટુ પટેલ સુરત બાજુનો હતો અને મારો ચેલો બન્યો હતો.
બંને નાસ્તો કરતા ઝઘડો થયો જેથી ગુરુ એ ચેલા ને લાકડીના ધોકા વડે માર માર્યો હતો. તેમજ પછાડ્યો હતો. મૃતક દીવાલની ધાર સાથે અથડાતા તેનું મોત થઈ ગયું હતું. તેના પછી તેમણે તેનો મૃતદેહ બહાર ફેકી દીધો હતો.
આ પણ વાંચો: Patan News/પાટણમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ચકચારી દેનાર ઘટના, ધો. 8ની સગીરાને કહ્યું કોઈને કહેશે તો LC આપી દેશું!
આ પણ વાંચો: Patan News/પાટણ CPI કચેરીના ASI સામે લાંચની માંગણીનો ગુનો દાખલ
આ પણ વાંચો: Patan News/પાટણમાં સરસ્વતી નદીમાં ડૂબી જતા બે સગી બહેનો સહિત ત્રણના મોત
