Valsad News : રાજ્યમાં વલસાડ અને નવસારી જિલ્લામાં ગત 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વાવાઝોડાએ પણ કહેર વર્તાવ્યો હતો. વરસાદને કારણે બંને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોટુ નુકસાન થયું હતું. વલસાડના સાંસદ ધવલ પટેલે વરસાદ અને વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોમાં મુલાકાત કરી હતી. આ વિસ્તારોના લોકોને સહાય મળે તે માટે સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
અસરગ્રસ્તોને મદદ કરવા રજૂઆત કરી હતી
ગત 27 તારીખે જે વાવાઝોડુ આવ્યું હતું તેમાં વલસાડ, વાંસદા અને ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું, એમ વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું હતું. આ વિસ્તારોમાં લોકોને મળીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ હું અને અમારા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઝડપથી સહાય ચૂકવવા માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને ટેલિફોનિક વાતચીત કરીને પણ અસરગ્રસ્તોને મદદ કરવા રજૂઆત કરી હતી.
વરસાદ અને મીની વાવાઝોડાનો ભોગ બનેલા અસરગ્રસ્તોને સહાય ચૂકવાશે
સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ ભારે વરસાદ અને મીની વાવાઝોડાનો ભોગ બનેલા અસરગ્રસ્તોને સહાય ચૂકવાશે. સાંસદે કરેલી રાહત પેકેજની માંગને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ સહાયની રકમ ફાળવી દેવામાં આવી છે. જેને અસરગ્રસ્તોને આવતીકાલથી ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને અસરગ્રસ્તો અને સાંસદે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat News/ડિંગુચા કેસમાં હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને 20 વર્ષની સજાની ભલામણ
આ પણ વાંચો: American dream/અમેરિકન કોર્ટે ડિંગુચાના કુટુંબના મોતમાં ડર્ટી હેરી અને સ્ટીવન શેન્ડને દોષિત ઠેરવ્યા
આ પણ વાંચો:ઇસબગુલ ખરીદી બંધ, GST સ્પષ્ટતા વગર વેપારીઓનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધારી…
