Surat News: સુરતની લાજપોર જેલમાં હત્યાના ગુનામાં કેદ શંભુલાલ આડાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા (Prisoner Death) જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે જ કોર્ટે તેને સજા સંભળાવી હતી. ત્યારબાદ આજે જેલના બાથરૂમમાં તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ જેલ પ્રશાસન દ્વારા સંબંધિત પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા સચિન પોલીસની ટીમ તાત્કાલિક લાજપોર જેલ પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
Prisoner Death: પોલીસે તપાસ હાથ ધરી
આરોપીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. સચિન પોલીસે બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
