Gujarat News/ લોરેન્સ ગેંગના અનમોલની ગુજરાત ATS દ્વારા ધરપકડની તૈયારીઓ તેજ બની

દિલ્હીમાં NIA દ્વારા દિલ્હી એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. સત્તાવાર જુદા રાજ્યોમાં ચાલતા કેસોમાં રજૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાત ATS એ અનમોલને ધરપકડ કરવા માટે કાર્યવાહી તેજ કરી છે, કારણ કે તે રાજ્યમાં ચાલતા ડ્રગ્સ હેરાફેરીના મોટા કેસમાં વોન્ટેડ છે. ગતરોજ અનમોલને USએ થી ભારતમાં ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની દિલ્હીમાં NIA દ્વારા દિલ્હી એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડમાં સત્તાવાર જુદા જુદા રાજ્યોમાં ચાલતા કેસોમાં રજૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત ATSની તૈયારી –અનમોલની કસ્ટડી

ગુજરાત ATS (Anti-Terrorist Squad) આગામી દિવસોમાં ટ્રાન્સફર વોરન્ટ દ્વારા અનમોલની કસ્ટડી મેળવી શકે છે.

ગુજરાતમાં અનમોલની ભૂમિકા શું?

સુરક્ષા એજન્સીઓ (Security agencies) મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફંડિંગનો મોટો ભાગ ડ્રગ્સ સ્મગલિંગ અને હેરાફેરી દ્વારા થતો હતો. આ નેટવર્કમાં ગુજરાત ટોચનું સ્થાન છે, કારણ કે દરિયાકાંઠા મારફતે નાર્કોટિક્સની હેરાફેરી થતી હોવાની શંકા છે. સૂત્રો અનુસાર, અનમોલ બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ કામ કરતી ટીમે ગુજરાતમાં મોટા પ્રમાણમાં મેથ, અફીમ, હેરોઈન અને સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી કરી હતી. આ કારણે જ ATS એ તેને “હાઈ-પ્રોફાઇલ વોન્ટેડ” જાહેર કર્યો હતો.

સુરક્ષા એજન્સીઓની આંતરરાજ્ય કામગીરી

અનમોલને ભારત લાવવામાં આવ્યા બાદ NIA તેને પોતાની કસ્ટડીમાં લઈને ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્ક, તેની ફંડિંગ અને વિદેશી કડીને લઈને પૂછપરછ કરી રહી છે. સાથે જ ગુજરાત ATS, પંજાબ પોલીસ, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સહિત અનેક એજન્સીઓ તેની કસ્ટડી માટે દાવેદારી નોંધાવી શકે છે.

અનમોલનું ભૂતકાળ અને ક્રિમિનલ પ્રોફાઇલ

અનમોલ બિશ્નોઈ, તેના ભાઈ લોરેન્સ ગેંગનો હાઈ-પ્રોફાઈલ સભ્ય છે અને વિવિધ હિંસક કેસો, ખંડણી, હુમલા અને નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલો હતો. તે લાંબા સમયથી વિદેશમાં રહીને ગેંગના ફંડિંગ અને ઓપરેશનનું સંચાલન કરતો હતો. ગીતાંજલી મર્ડર, પંજાબમાં થયેલા ત્રણ મોટા હુમલા અને દેશભરમાં થયેલી ખંડણી કેસોમાં પણ તેનું નામ જોડાયેલું છે.

આગામી દિવસોમાંબની શકે છે. 

સુરક્ષા સૂત્રો અનુસાર, અનમોલને ગુજરાતમાં રાખવા માટે કસ્ટડી લેવામાં આવશે

આગામી 48–72 કલાકમાં ગુજરાત ATS ટ્રાન્સફર વોરન્ટ દાખલ કરશે

ત્યાર બાદ કોર્ટની મંજૂરીથી અનમોલને ગુજરાત લાવવામાં આવશે

ગુજરાત પોલીસ તેની પાસેથી ડ્રગ્સ હેરાફેરીના પૂરાવા, ફંડિંગ ચેન અને ગેંગના લોકલ નેટવર્ક વિશે પૂછપરછ કરશે

આ કાર્યવાહી બાદ રાજ્યમાં ચાલતા ગેંગ અને ડ્રગ્સ નેટવર્ક અંગે મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને આજે ભારતમાં ડિપોર્ટ કરશે, બાબા સિદ્દીકી મૂસેવાલા હત્યા કેસમાં વોન્ટેડ

આ પણ વાંચો:લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે ગેંગસ્ટરની US અને જ્યોર્જિયામાં ધરપકડ, ભારત ડિપોર્ટ કરાશે

આ પણ વાંચો:લોરેન્સ બિશ્નોઈ ગેંગ આતંકવાદી જૂથ જાહેર, આ દેશે કરી મોટી કાર્યવાહી