Gujarat News : ATS પોલીસે આતંકી સાથે સાંઠગાંઠ ધરાવતા ગુરપ્રીતસિંગ ઉર્ફે ગોપી બિલાની ધરપકડ કરી છે. જેમાં આરોપી ગુરપ્રીત પંજાબમાં હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીમાં વોન્ટેડ હતો. ગુજરાતના હાલોલ માંથી આરોપી ગુરપ્રીતસિંગ ને ATS એ દબોચી લીધો હતો.
હાલોલની એક કંપનીમાં ઓળખ છુપાવી મજૂર તરીકે ગુરપ્રીતસિંગ કામ કરતો હતો. તેની સામે આતંકીઓને મદદ કરવા બદલ ગુનો નોંધાયો હતો. ગુરપ્રીત અન્ય આરોપી મનુ અગવાન અને મનિન્દર બિલ ના સંપર્કમાં હતો. પંજાબના ગીચ વિસ્તારોમાં ફાયરિંગ કરી અને ગ્રેનેડ બ્લાસ્ટ કરી દહેશત ફેલાવવાનો પ્લાન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ ગુનામાં સંડોવાયેલા પંથબુરસિંગ અને જસકિરતસિંઘની પંજાબ પોલીસે અટકાયત કરી હતી. તેની પુછપરછમાં આ ગુનામાંસામેલ અન્ય આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગપી બિલાનું નામ આપ્યું હતું. બાદમાં પંજાબ પોલીસે ગુજરાત એટીએસને આ અંગે માહિતી આપી હતી.
જેને આધારે એટીએસે તપાસ કરતા ગુરપ્રિતસિંગ હાલોલમાં એક કંપનીમાં ઓદ્યોગિક મજુર તરીકે કામ કરતો હોવાનું જણાયું હતું. જેને આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. પ્રાથમિત તપાસમાં મનુ આગવાન અને મનીનંદર બિલા સાથે મળી પંજાબમાં દહેશત ફેલાવવા ગ્રેનેડ હુમલા કરવના કાવતરામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી આરોપીઓની તપાસ કરવા આદેશ!
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ
આ પણ વાંચો:‘હરિપ્રસાદ હિંદુ નથી, તે રાષ્ટ્રવિરોધી છે; BJP MLAનો મોટો હુમલો
