Gujarat News/ અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત પર માવઠા અને વાવાઝોડાનું સંકટ

રાજ્યના જુદા જુદા ભાગોમાં 18 ડિસેમ્બરે ભારે માવઠુ થશે

Top Stories Gujarat

Gujarat News :  ધીરે ધીરે ગુજરાતમાં ઠંડીનો પારો વધી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ હાલમાં બરાબર જામી છે.  લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે.  સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીતરફ આગામી દિવસોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  ગુજરાતમાં માવઠું થાય તે અંગેની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે ગુજરાતના 7 જિલ્લાઓનું તાપમાન 15° થી નીચે નોંધાયું છે. રાજ્યમાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે.12.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું. વડોદરામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ભાવનગરમાં 15.6, ભુજમાં 14.3 દમણમાં 17.6 ડીસામાં 13.4 દીવમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે.

ગુજરાતીઓ માટે સ્વર્ગ કહેવાતા માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સીઝનમાં પહેલીવાર માઈનસમાં તાપમાન નોંધાયું છે. ગતરાત્રે માઉન્ટ આબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આબુમાં ફરવા જતા પ્રવાસીઓને ઠંડીની મોજ પડી રહી છે. સવારે કાર પર બરફની પરત જામેલી જોવા મળી. હવામાન વિભાગે કરી છે હજુ પણ ઠંડી વધવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેલાની અંબાલાલ પટેલે શક્ચતા વ્યક્ત કરી છે.

 મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.તાપમાનનો પારો 13-14 ડિગ્રી સુધી નીચે જશે., એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડીના ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ આવશે. 20 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે. સુપર સાયક્લોન ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. નવેમ્બરના અંતમાં 100ની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં, આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે. એટલે કે પહેલાં ભીષણ ચક્રવાતથી અને બાદમાં ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ 2 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. 6 ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે. 15-16 ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં 18 ડિસેમ્બરે ભારે માવઠુ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી