દુર્ઘટના/ મુંબઈનાં એન્ટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી, અનેક લોકો કાટમાળ નીચે દબાયા

મુંબઈમાં એન્ટોપ હિલ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યુ છે. આ એક ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.

Top Stories India
મકાન ધરાશાયી

મુંબઈમાં એન્ટોપ હિલ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યુ છે. આ એક ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. મળતી માહિતી મુજબ, આ ઈમારત દક્ષિણ-મધ્ય મુંબઈનાં એન્ટોપ હિલ વિસ્તારનાં જય મહારાષ્ટ્ર નગરમાં ઘટી હતી. જો કે આ ઈમારત ધરાશાયી થયા બાદ 9 લોકોને બચાવી લેવાયા છે. વળી, કાટમાળમાં અન્ય કોઈ ફસાયું હોવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને બચાવ ટીમ શોધખોળમાં લાગેલી છે. આ સાથે જ 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો – ભાવ વધારો / શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આસમાને, રાજસ્થાનનાં ખેડૂતો પંજાબમાંથી પૂરાવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ

મળતી માહિતી અનુસાર, ઈમારત ઘરાશાયી થયા બાદ આસપાસથી લોકોની ભીડ ઉમટી રહે છે. આ અકસ્માતમાં નવ લોકોનો આબાદ બચાવ થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એન્ટોપ હિલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અહીં અનેક ફાયર એન્જિન બચાવ કાર્યમાં લાગેલા છે. મકાન ધરાશાયી થવાનું કારણ જાણી શકાયું નથી. તપાસ બાદ જ ખબર પડશે કે અકસ્માત કયા કારણે થયો હતો. તપાસ બાદ જ ખબર પડશે કે આ અકસ્માતમાં કોનો વાંક છે. એન્ટોપ હિલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અગાઉ એન્ટોપ હિલ વિસ્તારમાં, 1 ઓક્ટોબરનાં રોજ એક દર્દનાક અકસ્માત થયો હતો. જ્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એન્ટોપ હિલ વિસ્તારમાં પાણી પુરવઠાની લાઇનને રિપેર કરવા માટે ખોદવામાં આવેલા ખાડામાં બે બાળકો પડ્યા હતા અને બાદમાં તે ડૂબી ગયા હતા.