Not Set/ રાજકોટ/ નવાગામ પાસે ઇમેમોનો ભારે વિરોધ,લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યું

રાજ્યમાં સરકારે ટ્રાફિક નિયમો કડક બનાવતા હવે તેની સામે પ્રજાનો ભારે રોષ ફાટી નીકળ્યો છે.રાજ્યમાં ટ્રાફીકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવા સામે હવે લોકો સડકો પર ઉતરી આવ્યા છે. અમદાવાદ રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ઇ-મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો છે.અહીં ભેગા થયેલા લોકોએ ઇ મેમોની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા […]

Top Stories Gujarat Rajkot

રાજ્યમાં સરકારે ટ્રાફિક નિયમો કડક બનાવતા હવે તેની સામે પ્રજાનો ભારે રોષ ફાટી નીકળ્યો છે.રાજ્યમાં ટ્રાફીકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવા સામે હવે લોકો સડકો પર ઉતરી આવ્યા છે.

અમદાવાદ રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ઇ-મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો છે.અહીં ભેગા થયેલા લોકોએ ઇ મેમોની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે.

દેખાવો કરી રહેલા લોકોનું કહેવું છે કે હાઇવે પર સર્વિસ રોડ ન અપાયો હોવાથી લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે.રોંગ સાઈડમાં જવાને કારણે 1500 રૂપિયાનો મેમો આવે છે.મેમો રદ કરવાની માંગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ ભારે દેખાવો કર્યા હતા.

લોકોએ કરેલા ચક્કાજામને પગલે રાજકોટ SOG, કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.