Valsad News/ વલસાડ : વરસતા વરસાદમાં નીકળી અંતિમયાત્રા,પાકા સ્મશાન નહીં હોવાથી લોકો પરેશાન

ગામમાં પાકા સ્મશાન નહીં હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે

Gujarat Others

Valsad News : વલસાડમાં વરસતા વરસાદમાં અંતિમયાત્રા નીકળી હતી. વરસાદને કારણે પ્લાસ્ટિક ઢાંકી છત્રીઓ પકડી અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ ઘટના વલસાડના કપરાડાના નારવડ ગામની છે. જેમાં લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા હતા.

બીજીતરફ ગામમાં પાકા સ્મશાન નહીં હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે. જેમાં પરિવારજનોએ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢી હતી. વરસાદને કારણે સ્વજનો છત્રી અને રેઇનકોટ પહેરી અંતિમયાત્રામાં જોડાયા હતા.

નવાઈની વાત એ છે કે દર વર્ષે ચોમાસામાં આવા દ્રશ્યો સર્જાય છે. કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તાર વિકાસથી વંચિત હોવાથી આ પરિસ્થિતીનું નિર્માણ થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં અરેરાટીભરી ઘટના : હીરાની ઘંટીમાં દુપટ્ટો ભરાતા ચામડી સાથે વાળ નીકળી ગયા,માથુ અલગ થયાના નામે વીડિયો વાઈરલ

આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી

આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી