Jamnagar Violent Clash: જામનગર જિલ્લાના સચાણા ગામમાં નવા વર્ષની ઉજવણી લોહીયાળ બની ગઈ છે. ગત રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મૃતકની ઓળખ અસમાલ સંધાર તરીકે કરવામાં આવી છે. અથડામણ દરમિયાન તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં સમગ્ર મામલો હત્યાના ગુનામાં પલટાયો છે.

નજીવી બાબતે હિંસક અથડામણ (Violent Clash)
પ્રાથમિક માહિતી મુજબ, પૈસાની લેતી-દેતીના મુદ્દે બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદમાં હિંસક અથડામણ (Violent Clash)માં ફેરવાયો હતો. આ ઘટનામાં બંને પક્ષે સામસામે મળીને આઠથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગામમાં તણાવ, પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
ઘટનાની ગંભીરતા જોતા સચાણા ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ભારે બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

પોલીસે મામલે તપાસ શરૂ કરી છે અને હિંસક અથડામણ (Violent Clash)માં સામેલ આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:પાટડીના નાની મજેઠી ગામે જુથ અથડામણમાં આઠ લોકો ઇજાગ્રસ્ત, સામસામે પોલિસ ફરીયાદ
આ પણ વાંચો: સાણંદના કલાણા ગામે સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
આ પણ વાંચો:જામનગરમાં ધોળે દિવસે ખૂની ખેલ: પ્રેગ્નન્ટ પત્ની સામે જ સગા મામાના દીકરાએ પતિને છરીથી વીંધી નાખ્યો!
