Not Set/ ગઢડા શહેરમાં કોંગ્રેસ દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ, બોલાવી રામધુન

ત્યારે આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો શહેરમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા ગઢડા પોલીસ દ્વારા પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનો ની અટકાયત કરવામાં આવી

Gujarat Others

ગઢડા શહેરમાં કોંગ્રેસ દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો શહેરના બોટાદ ના ઝાપા વિસ્તારમાં રસ્તા પર બેસી રામધુન બોલાવી, હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

 કોરોનાનો વ્યાપ શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વધી રહ્યો છે. ત્યારે વાત કરીએ બોટાદ જિલ્લાના ગઢડા શહેરની ગઢડા માં પણ સતત કેસ વધી રહ્યા છે. અને શહેરમાં અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે ગઢડા શહેરમાં હાલ કોવિડ હોસ્પિટલ ની સુવિધા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી નથી જેથી ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખુબજ પરેશાન થઈ રહ્યા છે.

ત્યારે આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો શહેરમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા ગઢડા પોલીસ દ્વારા પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનો ની અટકાયત કરવામાં આવી.