Ahmedabad News/ સાણંદના કલાણા ગામે સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવવાની સ્પર્ધા હિંસક અથડામણ (violent clash )માં ફેરવાતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ

Gujarat Ahmedabad
violent clash

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે જૂની અદાવત અને સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવવાની સ્પર્ધા હિંસક અથડામણ (violent clash)માં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી ઘટનાએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો તથા મારામારી સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે રાત્રે એક જૂથ બાઈક લઈને ગામમાંથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન બીજા જૂથે “અમારી સામે કેમ જોવે છે?” કહીને તકરાર શરૂ કરી હતી. શરૂઆતમાં સામાન્ય માથાકૂટ જેવી લાગતી આ વાત થોડા સમયમાં જ વણસી ગઈ અને બંને પક્ષોના યુવાનો સામસામે આવી ગયા. વાત એટલી વધી કે બંને તરફથી પથ્થરમારો શરૂ થયો, જેના કારણે હિંસક અથડામણ (violent clash) માં અફરાતફરી મચી ગઈ.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ સમગ્ર વિવાદ પાછળ સોશિયલ મીડિયામાં ફેમસ થવાની અને ગામમાં પોતાનું વર્ચસ્વ બતાવવાની સ્પર્ધા મુખ્ય કારણ બની છે. બંને જૂથો વચ્ચે અગાઉથી પણ અદાવત ચાલી રહી હતી, જે હવે હિંસક સ્વરૂપે બહાર આવી છે. સોશિયલ મીડિયામાં એકબીજા સામે દાદાગીરી અને પ્રભાવ દર્શાવવાના પ્રયાસો આ અથડામણ (violent clash) નું મૂળ કારણ હોવાનું પોલીસ માને છે.

હિંસક અથડામણ (violent clash) ને પગલે બંદોવસ્ત ગોઠવાયો

હિંસક અથડામણ(violent clash) ની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

આ મામલે પોલીસ દ્વારા બંને પક્ષો સામે સામસામે ગુના નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આશરે 30 જેટલા શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પક્ષે 30થી 35 લોકોના ટોળાં સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના આધારે પથ્થરમારો કરનારાઓ, હુમલામાં સામેલ વ્યક્તિઓ અને સમગ્ર કાવતરામાં જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) સહિતના ઉચ્ચ અધિકારીઓએ કલાણા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. એસ.પી.એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને બખ્શવામાં આવશે નહીં. કાયદો પોતાના હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાની અંધ સ્પર્ધા અને યુવાનોમાં વધતી આક્રમક માનસિકતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગિરિડીહમાં હોળી સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, દુકાનો અને વાહનોને આગ ચાંપી, અનેક ઘાયલ

આ પણ વાંચો : 2 જૂથો વચ્ચે પટ્ટણીવાડમાં હિંસક અથડામણ, ઘરને આગ ચાંપી

આ પણ વાંચો : પાટડીના ખારાઘોડામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ