Ahmedabad News : અમદાવાદમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે અકસ્માત સર્જયો હતો.આ બનાવની વિગત મુજબ અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ રોડ પર ડફનાળા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રિક્ષાચાલક સહિત ચાર શખસ ઈજાગ્રસ્ત થયા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ પર ડફનાળા જંક્શન નજીક પૂરપાટ ઝડપે કાર ચાલી રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર રોડ ડિવાઇડર કૂદીને ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું અને બાદમાં કારમાં આગ પણ લાગી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરો પાર્થ મેવાડા, યશ અમીન અને અમિત ભરવાડ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં હજુ એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. ચારેયને હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.
સદનસીબે વાહનમાં આગ લાગે તે પહેલાં જ ત્યાંથી પસાર થતાં લોકોએ કારમાં સવાર લોકોને બચાવી દીધા હતાં. બાદમાં શાહીબાગ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી દીધી હતી.
આ પણ વાંચો:1 એપ્રિલથી કેનેડામાં લઘુત્તમ વેતન વધારીને $17.30 કરાયું, ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે
આ પણ વાંચો:કેનેડામાં PR ધરાવતા બે ભારતીયોએ કેમ પરત ફરવાનો નિર્ણય લીધો…
આ પણ વાંચો:ભારતીય મૂળની રૂબી ધલ્લા પણ કેનેડા PMની રેસમાં ઉતરી, જાણો કેટલા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે
