Kutch News/ રાપરમાં ₹1,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો

ડિકોય નાગરિકના સહકારથી કરવામાં આવેલા છટકામાં આરોપિત તલાટી (Talati)એ હક દાખલ કરવાની નોંધ પાડવાની કામગીરીના બદલામાં ₹1,000ની લાંચ (Bribe)ની માંગણી કરી હતી.

Gujarat Others
રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત (Selari Gram Panchayat)ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશભાઈ પટેલને ₹1,000ની લાંચ  (Bribe)લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Kutch News : રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત (Selari Gram Panchayat)ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશભાઈ પટેલને ₹1,000ની લાંચ  (Bribe)લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. હક દાખલ કરવાની નોંધ પાડવાની કામગીરીના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.

ACB Trap: ₹1,000ની લાંચ લેતા તલાટી ઝડપાયા

મળતી માહિતી મુજબ, રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અલ્પાબેન રમેશભાઈ પટેલ સરકારી પંચાયતની વિવિધ કામગીરી માટે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરતા હોવાની રજૂઆતો ACB ગાંધીધામને મળી હતી. આ રજૂઆતોના આધારે ACB દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

હક દાખલની નોંધ માટે ₹1,000ની માંગણી

ACBએ બે સરકારી પંચોની હાજરીમાં ડિકોય ઓપરેશનનું આયોજન કર્યું હતું. ડિકોય નાગરિકના સહકારથી કરવામાં આવેલા છટકામાં આરોપિત તલાટી (Talati)એ હક દાખલ કરવાની નોંધ પાડવાની કામગીરીના બદલામાં ₹1,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા.

લાંચની સંપૂર્ણ રકમ ACBએ કરી રિકવર

ACBની કાર્યવાહી દરમિયાન આરોપિત પાસેથી લાંચ પેટે સ્વીકારવામાં આવેલી ₹1,000ની સમગ્ર રકમ રિકવર કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી સેલારી જુથ ગ્રામ પંચાયતની ઓફિસ, ગામ સેલારી, તાલુકો રાપર, જિલ્લા કચ્છ ખાતે કરવામાં આવી હતી.

સરકારી કામગીરીમાં લાંચનો આરોપ

ACBના જણાવ્યા મુજબ, પંચાયતની નોંધો પાડવા, વેરા ભરવા સહિતની કામગીરી માટે ₹200થી ₹5,000 સુધીની ગેરકાયદેસર રકમ માંગવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી. આ આધારે કરવામાં આવેલા ડિકોય છટકામાં ₹1,000ની લાંચ સ્વીકારતા આરોપિત ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો :  અમદાવાદમાં ફાયર NOCના નામે લાંચનો આરોપ, ચીફ ફાયર ઓફિસર સહિત બેની ધરપકડ

આ પણ વાંચો :  અમદાવાદમા રૂ.36 હજારની લાંચ કેસમાં મનપાના CFO અમિત ડોંગરે ટર્મિનેટ

આ પણ વાંચો :  સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.200ની લાંચ લેતા VCE ઝડપાયો!