Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ (VCE Bribe Case) મેહુલ પટેલને આકારણી પત્રક અને જમીનના દસ્તાવેજોની કામગીરી માટે રૂ.200ની લાંચ સ્વીકારતા ACBની ટીમે રંગેહાથ (Siddhpur ACB Trap) ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી બાદ પંચાયત તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
VCE Bribe Case: સરકારી કામગીરી માટે ગેરકાયદે રૂપિયા માંગવાનો આરોપ

પ્રાથમિક માહિતી મુજબ, બિલીયા ગ્રામ પંચાયતમાં (Biliya Gram Panchayat) અરજદારો પાસેથી આવકના દાખલા, જમીનની આકારણી, 7/12 અને 8-અના ઉતારા જેવી સરકારી સેવાઓ માટે નિયમિત ફી ઉપરાંત વધારાની રકમ માંગવામાં આવતી હોવાના આક્ષેપો હતા. ફરિયાદ મુજબ, અરજદારો પાસેથી રૂ.50થી લઈને રૂ.1000 સુધીની ગેરકાયદે વસૂલાત કરવામાં આવતી હતી.
ફરિયાદ બાદ ACBએ ગોઠવ્યું સફળ છટકું
આ પ્રકારની માંગણીથી કંટાળેલા એક અરજદારે સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ACBની ટીમે બિલીયા ગ્રામ પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી. આયોજન મુજબ, આકારણી પત્રક કાઢી આપવાના બદલામાં મેહુલ પટેલે રૂ.200ની લાંચ (VCE Bribe Case) સ્વીકારી હતી.
લાંચની રકમ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાયો
લાંચની રકમ હાથમાં લેતા જ પહેલેથી જ હાજર ACBની ટીમે મેહુલ પટેલને (Mehul Patel) સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પંચાયત વર્તુળોમાં મચી ચકચાર
ગ્રામ પંચાયત કચેરીમાં થયેલી આ કાર્યવાહી બાદ સિદ્ધપુર તાલુકાના સરકારી અને પંચાયત વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને અગાઉ પણ આવી રીતે ગેરકાયદે વસૂલાત કરવામાં આવી હતી કે નહીં તે દિશામાં ACB વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક ASI લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: ભાવનગરમાં ACBનો સફળ ટ્રેપ, આધાર કાર્ડમાં સુધારા માટે લાંચ લેતા ઓપરેટર ઝડપાયો
આ પણ વાંચો: મોરબીના મત્સ્યોદ્યોગ અધિકારી ACBના ટ્રેપમાં ઝડપાયા, રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયા
