Gandhinagar News/ સીએમ ભુપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. તેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી હતી. ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. તેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી હતી. ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. દર વર્ષે રક્ષાબંધનની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવતી હોય છે. ભાજપ મહિલા મોચરાની બહેનો તેમજ દિવ્યાંગ બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે ગુજરાતીઓને રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના સુશ્રી દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત  ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના  કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં  મુખ્યમંત્રીશ્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રીશ્રી ના કાંડે રાખડી બાંધી હતી.

મહિલા  અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રિટા બહેન પટેલ, મેયર શ્રીમતી મીરાં બહેન તેમજ સમાજ ના વિવિધ વર્ગોની બહેનોએ  શ્રી ભુપેન્દ્ર પટેલ ને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીને  નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો. આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ્ગીતા ના શ્લોક લખેલી 140 ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

આ પણ વાંચો: વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે 

આ પણ વાંચો: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો