Gujarat News/ અંગદાનમાં ગુજરાતનો દેશભરમાં ડંકો, 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ

Gujarat Organ Donation Awards: અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતે ફરી ગૌરવ મેળવ્યું. IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ… વધુ વાંચો.

Top Stories Gujarat India Trending
Gujarat Organ Donation Awards: 3 સરકારી હોસ્પિટલોને એવોર્ડ

Gujarat News: દેશમાં અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ગુજરાતે ફરી એકવાર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે (IODD-2026) સમારોહમાં ગુજરાતની (Gujarat Organ Donation Awards) ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સિદ્ધિ રાજ્યની આધુનિક આરોગ્ય સેવાઓ, તબીબોની નિષ્ઠા અને અંગદાન અંગે લોકોમાં વધી રહેલી જાગૃતિનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.

Gujarat Organ Donation Awards: ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય સન્માન

Gujarat Organ Donation Awards: 3 સરકારી હોસ્પિટલોને એવોર્ડ

નવી દિલ્હીના ડૉ. બી. આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં IKDRCને “Excellence in Leading Government Hospital in Organ Transplantation” એવોર્ડ એનાયત થયો. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને “Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)” અને સુરત નવી સિવિલ હોસ્પિટલને “Best Brain Stem Death Team” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

IKDRCએ ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે નોંધાવ્યો નવો માઇલસ્ટોન

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 દરમિયાન IKDRCમાં કુલ 597 સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે PM-JAY યોજના હેઠળ 380 દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી હતી. સંસ્થામાં સારવાર માટે આવતા લગભગ 34 ટકા દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવતા હોવાથી તેની રાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે.

અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલની કામગીરીને પણ મળ્યો દેશવ્યાપી સ્વીકાર

Gujarat Organ Donation Awards: 3 સરકારી હોસ્પિટલોને એવોર્ડ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025-26 દરમિયાન 104 બ્રેઇન સ્ટેમ ડેથ કેસ નોંધાયા હતા, જેમાંથી 48 મૃત દાતાઓના 171 અંગો અને 34 ટિશ્યૂનું સફળ રીટ્રીવલ કરીને અનેક દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી તરફ, સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમે 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસનું સફળ સર્ટિફિકેશન કરીને અંગદાનની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવી હતી.

આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યો ગર્વ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ગુજરાતમાં SOTTO, સરકારી હોસ્પિટલો, નિષ્ણાત તબીબો અને આધુનિક ટેક્નોલોજીના સુમેળથી અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મળી છે. તેમના જણાવ્યા મુજબ, ગુજરાત આજે દેશ માટે ‘રોલ મોડેલ’ તરીકે ઉભરી આવ્યું છે.

અંગદાન કરનાર પરિવારોને અપાયું વિશેષ સન્માન

આ પ્રસંગે અંગદાનનો નિર્ણય લેનાર પરિવારોને પણ શ્રદ્ધાંજલિ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે પોતાના સ્વજનને ગુમાવ્યા બાદ પણ અંગદાનનો નિર્ણય લેવો માનવતાનું સૌથી મોટું કાર્ય છે. આવા નિર્ણયોથી અનેક દર્દીઓને નવું જીવન મળતું હોવાથી સમાજમાં અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી.


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2026 નું પ્રથમ અંગદાન:-અત્યાર સુધી કુલ 224 અંગદાન

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 222 અંગદાતાઓના અંગદાન થકી 713 વ્યક્તિઓને મળ્યું નવજીવન..!

આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!