જમ્મુ,
જમ્મુ બસ સ્ટેન્ડ પર ગુરુવારે થયેલ ગ્રેનેડ હુમલા બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ છે. આ દરમિયાન જમ્મુ એરપોર્ટની નજીક શુક્રવારે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી હતી. ત્યારબાદ પોલીસે તપાસ ત્યાં તપાસ માટે પહોંચી. જો કે, પોલીસે તરફથી આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ વસ્તુ ફક્ત એક બેટરી જ છે, તેથી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.
પોલીસ કેસની વિસ્તૃત તપાસ કરી રહી છે. શંકાસ્પદ વસ્તુના સમાચાર મળતા જ બોમ્બ નિકાલ ટુકડી પહોંચી ગઈ છે, જે ત્યાં સંપૂર્ણ તપાસ કરશે.
બે લોકોના થયા મોત
ઉલ્લેખનીય છે કે ગુરુવારે જમ્મુના બસ સ્ટેન્ડ ઉભી રહેલ રાજ્ય પરિવહનની બસ પરના ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા, જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ, જમ્મુ શહેરની સુરક્ષામાં વધારો થયો હતો.
ગુરુવારે જેવો બસ પર ગ્રેનેડ હુમલા થયો ત્યારે પોલીસ બસ સ્ટેન્ડની નજીકના સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. સાથે જ શહેરમાં દરેક જગ્યાએ સુરક્ષા વધારવામાં આવી. પોલીસે સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા માટે કહ્યું.
જમ્મુ બસ સ્ટેન્ડ પર હુમલાનો આરોપી યાસિર ભટ્ટની ગુરુવારે સાંજે જ ધરપકડ કરવામાં આવી હતી, તેણે તેને આરોપ પણ કબૂલી લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, યાસિર ભટ્ટે તેના નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે તેણે હિજ્બુલ મુજાહિદ્દીનના કહેવાથી ગ્રેનેડ ફેંક્યો હતો.
પુલવામાં હુમલા પછી વધી સુરક્ષા
ગયા મહિનાની 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદથી જ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી છે. કાશ્મીર ઘાટીમાં પહેલેથી જ વધુ સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ જમ્મુ પ્રદેશમાં સલામતી હવે વધી છે.
પુલવામા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનમાં વધેલા તણાવ દરમિયાન ઉત્તર ભારતના ઘણા એરપોર્ટ પર એલર્ટ જાર્રી કરવામાં આવ્યું હતું અને થોડા સમય માટે વિમાનની આવનજાવનને પણ રોકવામાં આવ્યા હતા. જેમાં જમ્મુ, અમૃતસર સહિત ઘણા મોટા એરપોર્ટ સામિલ થયા હતા.
