emergancy/ ઈન્ડિગોની શારજાહાથી હૈદરાબાદની ફ્લાઈટનું કરાંચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

શારજાહથી હૈદરાબાદની ફ્લાઈટનું રવિવારે સવારે પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે

Top Stories World

ઈન્ડિગોની શારજાહાથી હૈદરાબાદની ફ્લાઈટનું રવિવારે સવારે પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન પાયલટને કેટલીક ટેકનિકલ સમસ્યાઓની જાણ થઈ. ત્યારબાદ તેને કરાચી તરફ વાળવામાં આવ્યો હતો. ટેકનિકલ સમસ્યા વિશે હજુ સુધી વિગતો ઉપલબ્ધ નથી.

છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતીય વિમાને પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. અગાઉ સ્પાઈસ જેટના વિમાન સાથે પણ આવું જ બન્યું હતું. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે શારજાહ-હૈદરાબાદ ફ્લાઇટના પાઇલોટે એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી જોયા બાદ સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને કરાચી તરફ વાળવામાં આવી હતી. મુસાફરોને હૈદરાબાદ લઈ જવા માટે એક વધારાનું વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે.