ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં કોંગ્રેસમાંથી 2017માં ચૂંટણી લડનાીર રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયેલા આ નેતાઓને ટિકિટ ફાળવી છે. જુઓ તેમની યાદી
- કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
- જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
- જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
- અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
- જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
- હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
- ભગવાનભાઈ બારડ – તાલાળા વિધાનસભા બેઠક
- મોહનભાઇ રાઠવાની જગ્યા એ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાને – છોટા ઉદેપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી
