Bhavnagar News : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં જજ અને વકીલ (Judge And Lawyer)વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી(Tension) થઈ હતી. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત બાદ કાઢવામાં આવેલા વિજય સરઘસ દરમિયાન ઢોલ-નગારાના અવાજને કારણે કોર્ટની કાર્યવાહી ખલેલ પામતા વિવાદ ઊભો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
શું બન્યું હતું?

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવનાર એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાના સન્માનમાં આજે સવારે લગભગ 10:30 વાગ્યે ભાવનગરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રૂપમ ચોકથી કોર્ટ ગેટ સુધી નીકળેલા આ સરઘસમાં સમર્થકો દ્વારા ઢોલ-નગારા, શરણાઈ વગાડવામાં આવી રહ્યા હતા અને ફટાકડાં ફોડવામાં આવી રહ્યા હતા.
તે સમયે કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાને કારણે અવાજથી વિક્ષેપ સર્જાતા ડિસ્ટ્રિક્ટ જજ પોતે બહાર આવી ઢોલ-નગારા બંધ કરવા કહ્યું. પરંતુ વકીલો દ્વારા આ માંગ સ્વીકારવામાં આવી નહીં, જેને કારણે બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો.
Judge And Lawyer વચ્ચે ઉગ્ર બોલાચાલી
ઘટના દરમિયાન વકીલ દ્વારા જજ સામે જ ઉગ્ર શબ્દોમાં પ્રતિસાદ આપવામાં આવ્યો. પરિસ્થિતિ એવી બની કે કોર્ટ પ્રાંગણમાં જ ગરમાવો વ્યાપી ગયો અને હાજર લોકો આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરતા નજરે પડ્યા.
ભલે થાય, જે થાય એ કરી લેવાનું…
મિસ્ટર… તમે તમારી ખુરશી સંભાળો… એ વગાડ… વગાડ… સાહેબ તમે કોણ છો… તમને ખબર છે… ઓ ડિસ્ટ્રીક્ટ જજ… તમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો… એ વગાડ… હું બેઠો છું… વગાડ… વગાડ…
વકીલનો પક્ષ
એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ જીતને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ હતો અને માત્ર થોડા સમયનો કાર્યક્રમ હતો. તેમના જણાવ્યા મુજબ, “આ ઉત્સવનો માહોલ હતો, તેથી કદાચ અવાજ ઊંચો થયો હશે, પરંતુ કોઈ ગંભીર બનાવ બન્યો નથી.”
આ ઘટના કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ શાંતિ અને શિસ્ત જાળવવાની જરૂરિયાત પર ફરી એકવાર ચર્ચા ઊભી કરે છે.
આ પણ વાંચો : વડોદરા વકીલ મંડળના સભ્યની ધરપકડ, જવાહર નગર પોલીસે કરી સભ્યની ધરપકડ, વકીલ મંડળના સભ્ય ભાવિન વ્યાસની અટકાયત, પેટ્રોલ પંપ સંચાલકો સાથે છેતરપિંડી કેસ
આ પણ વાંચો : જમશેદજી પારડીવાલાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે લીધા શપથ, વલસાડના વકીલો અને પરિવારમાં ઉત્સાહનો માહોલ
આ પણ વાંચો : ત્રણ બમ રાખ્યાવાની ધમકી મળતા જ દિલ્હી હાઈકોર્ટથી બહાર નિકળી ગયા ન્યાયાધીશો અને વકીલો
