ગુજરાત/ રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિ, 8 મનપા માટે સરકારે લીધો આ અગત્યનો નિર્ણય ..

ત્યારે રાજ્ય સરકાર પણ સતત કોરોનાને કાબુમાં રાખવા માટે પ્રયત્નશીલ છે. રાજ્યમાં સતત વકરતી કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 8 મનપામાં IAS કક્ષાના 8 અધિકારીને સરકારે જવાબદારી  સોપી છે.

Top Stories Gujarat Others Trending
  • રાજ્યના 8 મનપામાં કોરોનાની વકરતી સ્થિતિ
  • IAS કક્ષાના 8 અધિકારીને સરકારે સોંપી જવાબદારી
  • 8 મહાનગરપાલિકાઓ માટે સોંપાઈ જવાબદારી
  • કોવિડની તબીબી કામગીરીનું નિરીક્ષણ કરવા જવાબદારી
  • સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ

ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાઈરસનો કહેર વકરી રહ્યો છે. રાજ્યમાં દૈનિક નોધાતા કોરોના કેસની સંખ્યા ૩૦૦૦ નજીક પહોચવા આવી છે. ત્યારે રાજ્ય સરકાર પણ સતત કોરોનાને કાબુમાં રાખવા માટે પ્રયત્નશીલ છે. રાજ્યમાં સતત વકરતી કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 8 મનપામાં IAS કક્ષાના 8 અધિકારીને સરકારે જવાબદારી  સોપી છે.

રાજ્યની 8 મહાનગરપાલિકાઓ માટે અલગ અલગ IAS કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં કથળતી કોવિડ પરિસ્થિતિ અને તેને અનુલક્ષી તબીબી કામગીરીનું નિરીક્ષણ કરવાની જવાબદારી  સોપવામાં આવી છે.  મૂળ કામગીરી ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી આપવામાં આવી છે.

જેમાં ડો.મનીષ બંસલ IASને  અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સોંપાઈ છે. ડો. હર્ષિત ગોસાવી IASને વડોદરાની જવાબદારી સોપાઈ છે. અમિત યાદવ IAS ગાંધીનગર, સ્તુતિ ચારણ IAS રાજકોટ, આર.આર.ડામોરને ભાવનગર, આર.ધનપાલને જામનગર અને ડો સુનિલકુમાર બેરવાલને જૂનાગઢની જવાબદારી સોપાઈ છે.

અત્રેઉલ્લેખ્નીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજે રાજ્યમાં 2875 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,18,438 ઉપર પહોચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2024 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,98,737  છે. રાજ્યમાં રીકવરી રેટ ૯૩.81 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15,135 છે.

અમદાવાદ શહેરમાં 664 કેસ નોંધાયા હતા. જયારે સુરતમાં શહેરમાં નવા 545 કેસ સામે આવ્યા હતા. તો વડોદરા શહેરમાં નવા 309 કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં નવા 233 કેસ, અને જામનગર શહેરમાં નવા 54 અને ભાવનગર શહેરમાં 58 નવા કેસ નોંધાયા હતા.