દેશના મોટા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વડા આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ તેમના ટ્વીટ્સ દ્વારા હેડલાઇન્સમાં ચમકતા રહે છે. હાલ તેઓ ચમકી રહ્યા છે તેનું કારણ છે દેશમાં જેના આઠ મહિના સુધીના બુકિંગ થઇ ચૂક્યા છે તેવી થાર કાર નેટ તે ક્રિકેટ ટીમના ખેલાડીઓને ભેટમાં આપી રહ્યા છે કે જેને તેઓએ આ માટે વચન આપ્યું હતું.વર્ષ 2020-21માં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 2-1થી પરાજિત કર્યું હતું. આ જીતમાં દેશના યુવા ક્રિકેટરોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનાથી પ્રભાવિત થઈને આનંદ મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફતેહ અપાવનાર ટીમના 6 યુવા ખેલાડીઓને કંપનીની સૌથી પ્રખ્યાત કાર થારની ભેટ જાહેર કરી હતી.
https://twitter.com/mdsirajofficial/status/1378635548466683909?s=20
તાજેતરમાં જ પોતાનું વચન પૂરું કરતાં આનંદ મહિન્દ્રાની ‘થાર’ ટીમે ભારતના યુવાન આશાસ્પદ બોલરો શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજનને ભેટ આપી હતી.. જેની તસવીરો આ ખેલાડીઓએ તેમના સોશ્યલ મીડિયા પેજ પર શેર કરી હતી. હવે આ એપિસોડમાં ત્રીજું નામ જોડવામાં આવ્યું છે, અને તે છે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર માત્ર એક મેચનો અનુભવ હોવા છતાં, ‘ગાબા’માં બોલિંગ મોરચાની આગેવાની કરનાર બોલર મોહમ્મદ સિરાજે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સિરાજે એક ફોટો પોસ્ટ કર્યો થારની ડિલિવરી લેતા. કાર સાથેનો ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં આનંદ મહિન્દ્રાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

થારની જબરદસ્ત માંગ છે
આપને જણાવી દઈએ કે મહિન્દ્રાના આ આક્રમક ઓફ-રોડરની દેશમાં ભારે માંગ છે. આને કારણે, ઘણા રાજ્યોમાં થારની ડિલિવરી પ્રતીક્ષા 8 મહિના સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, આનંદ મહિન્દ્રાએ મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, શુબમન ગિલ અને નવદીપ સૈની જેવા આશાસ્પદ ક્રિકેટરોને આ લોકપ્રિય ઓફ-રોડર ભેટ આપવાનું વચન આપ્યું છે. એટલું જ નહીં તેઓ એક બાદ એક પોતાના વચન પૂર્ણ કરતા જાય છે. ભારતની જીત પછી તેણે ટ્વિટર પર લખ્યું કે ‘આ ભેટ આપવાનું એકમાત્ર કારણ યુવાનોને પોતાને વિશ્વાસ કરવા પ્રેરણા આપવાનું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
