Stock Market Closing : ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં બંધ થયા છે. વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતો અને મેટલ તેમજ બેંકિંગ શેરોમાં આવેલી લેવાલીને કારણે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની છેલ્લી સ્થિતિ
બજાર બંધ થતી વખતે સેન્સેક્સ 237.33 પોઇન્ટ (0.28%) ના વધારા સાથે 83,688.29 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી (Nifty) 93.95 પોઇન્ટ ઉછળીને 25,819.35 અંકે બંધ રહ્યો હતો. આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો જોવા મળ્યો છે.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નફો કરનારા શેર્સ (Top Gainers): સેન્સેક્સમાં આજે ટાટા સ્ટીલ, આઇટીસી, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ના શેરોમાં સૌથી વધુ રોનક જોવા મળી હતી. આ શેરોમાં 2.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
નુકસાન કરનારા શેર્સ (Top Losers): આઈટી સેક્ટરમાં દબાણને કારણે ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ જેવા શેરોમાં 1.6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સ પણ લાલ નિશાનમાં બંધ થયો હતો.

સેક્ટર મુજબ પ્રદર્શન
શેરબજારમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં સેક્ટર વાઈઝ વાત કરીએ તો નિફ્ટી (Nifty) મેટલ ઇન્ડેક્સમાં 1.33% ની તેજી નોંધાઈ હતી. આ સાથે નિફ્ટી પીએસયુ બેંકમાં 1.3% અને નિફ્ટી એફએમસીજી સેક્ટરમાં 1.2% નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે બીજી તરફ નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં 1.23% નો ઘટાડો નોંધાયો હતો. બજારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ અડધા ટકા જેટલો સુધારો જોવા મળ્યો હતો. બજાર માટે સૌથી ખાસ અને રાહતના સમાચાર એ છે કે ભય સૂચકાંક ગણાતો ‘ઇન્ડિયા VIX’ 3.5 ટકા જેટલો ઘટ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બજારમાં અત્યારે અસ્થિરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Stock Market: વૈશ્વિક બજારોની અસર
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં તેજીને કારણે ભારતીય માર્કેટને ટેકો મળ્યો હતો. અમેરિકામાં પણ એઆઈ (AI) ની અસર અને અર્થતંત્ર પર તેની અસરો વચ્ચે વોલ સ્ટ્રીટ પર મામૂલી સુધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નાસ્ડેક પોઝિટિવ બંધ થયા હતા, જેની અસર આજે સ્થાનિક બજાર પર જોવા મળી.
આ પણ વાંચો: શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાં-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, ચાંદી ₹4 લાખને પાર
આ પણ વાંચો: શું ફેડની બેઠકથી બજાર પર અસર? આજે નિફ્ટી 225 પોઈન્ટ ઘટ્યો
આ પણ વાંચો: શેરબજાર : એક જ ઝાટકે રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા
