Gujarat Budget 2026-27:ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. આ બજેટ માત્ર આંકડાઓ સુધી સીમિત નથી, પરંતુ આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું એક વ્યૂહાત્મક ‘માસ્ટર પ્લાન’ માનવામાં આવી રહ્યું છે.
બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. સરકાર ગરીબ અને વંચિત વર્ગના સર્વાંગી વિકાસ માટે આવાસ, અન્ન સુરક્ષા અને પોષણને પ્રાથમિકતા આપી રહી છે. ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા માટે 3.15 લાખ નવા આવાસો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે.
Gujarat Budget 2026: આવાસ અને અન્ન સુરક્ષા માટે મોટી જાહેરાતો
- 15 લાખ નવા આવાસો: PM આવાસ, આંબેડકર આવાસ અને હળપતિ આવાસ યોજના હેઠળ ઘરવિહોણા પરિવારોને છત મળશે.
- રૂ. 4,272 કરોડની જોગવાઈ: રાજ્યમાં નવા આવાસો બનાવવા માટે મોટો બજેટ ફંડ ફાળવાયો છે.
- મફત અનાજ યોજના ચાલુ: PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના અંદાજે 75 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાનું ચાલુ રહેશે.
ગુજરાત બજેટ 2026-27માં (Gujarat Budget 2026) રાજ્ય સરકારે આવાસ અને અન્ન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. નાણામંત્રી કનુ દેસાઈએ 3.15 લાખ નવા આવાસો બનાવવા અને ગરીબ પરિવારોને મફત અનાજ ચાલુ રાખવાની મોટી જાહેરાત કરી છે.
આ પણ વાંચો:દાહોદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે સહાયની રજૂઆત
આ પણ વાંચો:ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ
આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ માટે 5 મોટી જાહેરાતો
