Gujarat News : ગુજરાત રાજ્ય બજેટ 2026-27માં સુશાસન, સુરક્ષા, ન્યાય અને સસ્ટેનેબલ વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ(provisions) કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹2910 કરોડની જોગવાઇ
• ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹2102 કરોડની જોગવાઇ(provisions) .
• અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા ₹7 કરોડની જોગવાઇ.
મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઇ
કુદરતી આફતો સામે રાહત આપવા ₹2145 કરોડની જોગવાઇ
• સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાઓમાં અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹240 કરોડની જોગવાઇ(provisions) .
• વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડની જોગવાઇ
• પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ 20 હજાર444રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹1571 કરોડની જોગવાઇ.
• રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-107 મકાનો બનાવવા ₹136 કરોડની જોગવાઇ.
• DIAL 112જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ(provisions) .
• Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹20 કરોડની જોગવાઇ(provisions) .
• આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા 50 Special Operational Vehicle ખરીદવા ₹9 કરોડની જોગવાઇ.
કાયદા વિભાગ માટે કુલ ₹2702 કરોડની જોગવાઇ
દરેક વ્યકિતને સરળતાથી સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા અમારી સરકાર કાર્યરત છે.
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹324 કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે ₹225 કરોડની જોગવાઇ(provisions) .
• હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે ₹૨૨ કરોડની જોગવાઇ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹452 કરોડની જોગવાઇ
• ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા ₹23 કરોડની જોગવાઇ.
• રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જોગવાઇ.
• અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ (MOJO) કીટ પૂરી પાડવામાં આવશે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની જોગવાઇ
કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ ૧૭ હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર ૫૨ ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે.
• આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹1166 કરોડની જોગવાઇ.
• ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત
₹500 કરોડની જોગવાઇ.
• સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે
₹350 કરોડની જોગવાઇ.
• આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ₹201 કરોડની જોગવાઇ.
• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે ₹125 કરોડની જોગવાઇ.
• ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ(Provisions).
• રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા ₹100 કરોડની જોગવાઇ.
• હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઇ.
• રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઇ.
• ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે “સર્જન યોજના” અંતર્ગત ₹25 કરોડની જોગવાઇ.
• વીજ સલામતી પ્રત્યે જન જાગૃતિ કેળવી અકસ્માત નિવારણ તથા વીજ કર્મચારીની વ્યક્તિગત સુરક્ષા (security)માટે સાધનોની ખરીદી હેતુ ₹7 કરોડની જોગવાઇ.
• ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના હેતુસર એનર્જી ઇનોવેશન ફંડ માટે
₹5 કરોડની જોગવાઇ(Provisions).
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇ(Provisions)

મને જણાવતા આનંદ થાય છે કે, કચ્છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે. આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને પાંચ થઇ છે. વધુમાં, વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે.
• વન વિસ્તાર બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા
₹750 કરોડની જોગવાઇ.
• વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹667 કરોડની જોગવાઇ(Provisions.
• વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹469 કરોડની જોગવાઇ(Provisions.
• વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડની જોગવાઇ.
• વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹258 કરોડની જોગવાઇ.
• જિલ્લા અને તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા ₹102 કરોડની જોગવાઇ.
• ૧૦ નવીન ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે ₹68કરોડની જોગવાઇ.
• સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા ₹50 કરોડની જોગવાઇ.
• તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્ટર બનાવવા અને ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા ₹40 કરોડની જોગવાઇ.
• નદીઓના બન્ને કાંઠે સઘન વાવેતર થકી રીવરાઇન લેન્ડસ્કેપ રીસ્ટોરેશન એન્ડ ડેવલપમેન્ટ તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ ₹32 કરોડની જોગવાઇ.
• હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે એગ્રો ફોરેસ્ટ્રી તેમજ હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે ₹26 કરોડની જોગવાઇ.
• ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારને “વન કવચ” હેઠળ સુશોભિત કરી હરિયાળુ બનાવવા ₹25 કરોડની જોગવાઇ.
• ઇકો ટુરિઝમ અને દરિયાઇ પર્યટન વિકસાવવા તેમજ આઇલેન્ડ વિકસાવવા માટે ₹20 કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારમાં કૌશલ્ય વર્ધનથી વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા ₹10 કરોડની જોગવાઇ.
• આહવા ખાતે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવા અને અંબાજી ખાતે લોગ હટ બનાવવા ₹8 કરોડની જોગવાઇ.
• અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026નું આયોજન કરવા ₹7 કરોડની જોગવાઇ.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹429 કરોડની જોગવાઇ
ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.
• સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹278 કરોડની જોગવાઇ.
• બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા
₹16 કરોડની જોગવાઇ.
• ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
• રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા ₹9 કરોડની જોગવાઇ.
• ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં 1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹7 કરોડની જોગવાઇ.
• ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે ₹5 કરોડની જોગવાઇ.
• રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.
