india news/ ભારત બનશે ગ્લોબલ ટેક હબ! મોદી-પિચાઈ મુલાકાત, 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર $400 બિલિયનને આંબી જશે

Google CEO India Visit: નવી દિલ્હીમાં પીએમ મોદી (PM Modi) અને ગૂગલ CEO સુંદર પિચાઈની મુલાકાત થઈ. વડાપ્રધાને 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર $400 બિલિયન સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી છે.

NATIONAL Top Stories India
PM Modi Sundar Pichai Meeting 2026

PM Modi Sundar Pichai Meeting 2026: ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે આજના દિવસના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૂગલના CEO સુંદર પિચાઈ ‘ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ 2026’માં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે. 18 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૂગલના CEO સુંદર પિચાઈ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ હતી, જેમાં ભારતના ડિજિટલ ભવિષ્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી.

PM Modiએ એક ઇન્ટરવ્યુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

વડાપ્રધાન મોદીએ એક વિશેષ ઇન્ટરવ્યુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય IT ઉદ્યોગ 2030 સુધીમાં 400 બિલિયન ડોલર (અંદાજે 36 લાખ કરોડ રૂપિયા) ના વિશાળ આંકડાને સ્પર્શી જશે. પીએમ મોદીના જણાવ્યા મુજબ, આ વિકાસની મુખ્ય ધરી ‘AI’ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે AI આધારિત આઉટસોર્સિંગ અને ઓટોમેશન એ ભારત માટે પડકાર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની પકડ મજબૂત કરવાની એક સોનેરી તક છે.

PM Modi Sundar Pichai Meeting 2026

સુંદર પિચાઈનું ભારત આગમન અને સમિટ

સુંદર પિચાઈ 20 ફેબ્રુઆરીએ સમિટમાં પોતાનું મુખ્ય ભાષણ આપશે. ભારત પરત ફરવાની ખુશી વ્યક્ત કરતા પિચાઈએ સોશિયલ મીડિયા પર ભારતના ઉષ્માભર્યા સ્વાગતની પ્રશંસા કરી હતી. ભારત મંડપમમાં આયોજિત આ સમિટમાં 110 દેશોના પ્રતિનિધિઓ અને 30 આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લઈ રહ્યા છે.

‘ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ 2026’ ના ત્રણ સ્તંભ

આ સમિટ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની ઉમદા થીમ પર આધારિત છે, જે મુખ્ય ત્રણ સ્તંભો પર ટકેલી છે. જેમાં પ્રથમ સ્તંભ ‘પીપલ’ (People) હેઠળ માનવ-કેન્દ્રીત AI ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજા સ્તંભ ‘પ્લેનેટ’ (Planet) દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસ સાધવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્રીજા સ્તંભ ‘પ્રોગ્રેસ’ (Progress) હેઠળ સમાજના દરેક વર્ગ સુધી આર્થિક અને તકનીકી પ્રગતિને સમાન રીતે પહોંચાડવાનો મહત્વનો ઉદ્દેશ્ય છે.


આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન યુદ્ધને અટકાવવા પુતિન સાથે કરી વાતચીત, બાલ્ટિક દેશોએ અંતર રાખ્યું

આ પણ વાંચો: બીજા દેશે રશિયા સામે મોરચો ખોલ્યો: F-16 ફાઈટર જેટ તૈનાત કર્યા, દુશ્મનીનું કારણ શું છે

આ પણ વાંચો: 25 લાખ પગાર, રહેવા-જમવાનું મફત! રશિયાથી જીવંત પરત ફરેલા બે લોકોની વાર્તા સસ્પેન્સ થ્રિલર જેટલી ફિલ્મી