Gandhinagar/ 14મી માર્ચથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે રાજ્ય સરકાર

ખેડૂતો તા.18 ફેબ્રુઆરીથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. વર્ષ 2024-25માં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.5650 અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.5950 ટેકાનો ભાવ જાહેર કરાયો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar : ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી તા.18/02/2025 થી તા.09/03/2025 સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તા.14મી માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે, જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2024-25માં ચણાના પાક માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ.5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ હેઠળ રાજયમાં ચણા અને રાયડાના પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી, 200 મણ પ્રતિદિન ખરીદી

આ પણ વાંચો: ‘ટેકાના ભાવે ડાંગર ખરીદી કૌભાંડના આરોપીઓનો પરિવહન ઈજારો હજુ ચાલુ’: મનહર પટેલ

આ પણ વાંચો: ખેડૂતોને મળી રાહતની ખબર: ન્યૂનતમ ટેકાના ભાવે(MSP) હેઠળ કપાસની ખરીદી શરૂ