મેટ્રો સીટી અમદાવાદના શહેરમાંથી પસાર થતી સાબરતમી નદી હાલ પ્રદૂષણથી ખદબદ જોવા મળી રહી છે,આ નદી મામલે ગુજરાત હાઈકોર્ટે AMCને આદેશ આપ્યો છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા ત્રણ સ્થળોને સીલ કરવામાં આવે, જ્યાંથી ગટરનું પાણી સીધું અમદાવાદની નદીમાં છોડવામાં આવે છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલો 11 ફેબ્રુઆરીનો આદેશ નદીમાં ઔદ્યોગિક અને ગટરના નિકાલ અંગેની સુઓ મોટો જાહેર હિતની અરજીના સંબંધમાં હતો.
જે સ્થળોની ઓળખ કરવામાં આવી છે તેમાં રિવરસાઇડ સ્કૂલની પાછળ, કેન્ટોનમેન્ટ એરપોર્ટ રોડ પર સીએસડી ડેપો નજીક, હાંસોલમાં પ્રાચિન રણમુક્તેશ્વર મંદિર પાસે એક ડ્રેઇન અને મોટેરામાં ટોરેન્ટ પાવર પ્લાન્ટના એશ પોન્ડ નજીક આઉટફોલનો સમાવેશ થાય છે. જસ્ટીસ જે.બી.પારડીવાલા અને વી.ડી.નાણાવટીની ડિવિઝન બેંચે પોતાના આદેશમાં નોંધ્યું હતું. આ ત્રણેય સ્થળોના નમૂનાઓ પરથી જાણવા મળ્યું છે કે,સારવાર ન કરાયેલું ગંદુ પાણી કે જે જરૂરી માપદંડોને પૂર્ણ કરતું નથી, તેને સીધું જ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
કોર્ટેની બેંન્ચે AMCને એક અઠવાડિયાની અંદર ત્રણેય આઉટલેટ્સને અવરોધિત કરવા અથવા સીલ કરવા અને આવા દૂષિત ગટરના પાણીને સીધું નદીમાં છોડતી સોસાયટીઓ, ઇમારતો અને એકમોની ઓળખ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે AMCને “તે વિસ્તારની તે તમામ રહેણાંક સોસાયટીઓ નો વિસ્તૃત સર્વે હાથ ધરવાનો નિર્દેશ પણ આપ્યો છે જેમની પાસે કોઈ માન્ય ડ્રેનેજ કનેક્શન નથી. જીપીસીબીએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે,એએમસી હેઠળની 14 એસટીપીમાંથી ચાર મોટા પ્રમાણમાં ગટરનું પાણી સીધું નદીમાં વિસર્જન કરી રહી છે. કોર્ટ સમક્ષ હાજર રહેલા જીપીસીબીના સિનિયર એન્વાયરમેન્ટ એન્જિનિયર ડી.પી.શાહના જણાવ્યા અનુસાર,આ પ્રકારના ડિસ્ચાર્જને ‘ખૂબ જ જોખમી’ ગણાવ્યો હતો.
AMCને કોર્ટે 108 એમએલડી ઓલ્ડ પિરાણા એસટીપી, 182 એમએલડી નવી પિરાણા એસટીપી, 60 એમએલડી એસટીપી, નવી પીરાણા અને 180 એમએલડી એસટીપી, પીરાણાના સંદર્ભમાં જીપીસીબીને તેનો એક્શન પ્લાન “શક્ય તેટલી વહેલી તકે” સુપરત કરવા આદેશ આપ્યો હતો. ખંડપીઠે એએમસી અને જીપીસીબીને ગટરમાં ગેરકાયદેસર ઔદ્યોગિક જોડાણો ઓળખવાની તેની ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા પણ નિર્દેશ પણ આપ્યો
જીપીસીબીને કોર્ટે સાત સીઈટીપીની સ્થિતિ અને કામગીરીના સંદર્ભમાં નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર તેના અહેવાલને ઝડપથી તૈયાર કરવા માટે દબાણ કરવા અને બે અઠવાડિયાની અંદર તે રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો
એક સોગંદનામામાં, જીપીસીબીએ રજૂઆત કરી હતી કે તેના અધિકારીઓને અટકાવવામાં આવ્યા હતા અને યુનિટ દ્વારા ગંદા પાણીનો સીધો એએમસી ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવામાં આવ્યા બાદ તેની વૈધાનિક ફરજ બજાવતી વખતે બ્રાઇટ વોશના ઔદ્યોગિક એકમને “દુર્વ્યવહાર”, “ધમકી” અને “અંદર બંધ” કરવામાં આવ્યા હતા.
