હિરેન ચૌહાણ ભાવનગર મંતવ્ય
Bhavnagar News: સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાંથી દરરોજ 10 કરોડ લિટર પાણી
પીજનાર ભાવનગર મહાનગરપાલિકા આજે પાણીના બિલના રૂ. 305 કરોડના વ્યાજ પર વ્યાજની કાચી લાલીયાવાડી માં ફસાઈ છે.
વિચાર કરો, દરરોજ મફતમાં પાણી, પણ ચૂકવણીમાં શૂન્ય જવાબદારી! દરમિયાન સિંચાઈ વિભાગના પત્રોની ઢગલીઓ પાસે હવે કોમ્પ્યુટર પણ ‘આઉટ ઓફ મેમરી’ બતાવતું થયું છે. ભાવનગર ઈરિગેશન વિભાગ દ્વારા સમયાંતરે મહાપાલિકાને પત્ર વ્યવહાર લખી લખીને થાકી ગયા પણ મહાપાલિકા છે કે કહે “આજે નહીં, કાલે!”
દૈનિક પાણી ખેંચાણ: 100 MLD (10 કરોડ લિટર) દર લિટર દર: 0.50 પૈસા
માસિક બિલ: રૂપિયા 1.73 કરોડ
કુલ બાકી રકમ: 305 કરોડ પેનલ્ટી અને વ્યાજ સહિત અને આ દરેક રૂપિયો હવે શહેરના નાગરિકોના ખિસ્સામાંથી નહીં, પણ ગળામાંથી નળીમાં વહીને, મનપાની બદનામીમાં સંકેત આપી રહ્યો છે.

“વન ટાઈમ સેટલમેન્ટ” પણ ન થયું સેટલ
સીધા અર્થમાં કહીએ તો— વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ પણ “સેટલ થવાની ઇચ્છા” મહાપાલિકામાં દેખાતી નથી. વર્તમાનમાં શહેરને સહાયક પૂરવઠા તરીકે બોરતળાવમાંથી 20 થી 40 MLD પાણી મળે છે, પણ મૂળ આધાર તો શેત્રુંજી જ છે. જો સિંચાઈ વિભાગ કડક પગલા લે અને શેત્રુંજીનું પાણી બંધ કરે તો…?
ભાવનગર “તરસ્યું રહેશે ,
“માફ કરો, આ ઋણ અમે રફાદફ કરીએ છીએ!” “શેત્રુંજી ડેમનો પાણીનો પ્રવાહ તો ચાલુ છે, પણ ભાવનગર મનપાનું ચૂકવણીનું વહાણ તો વર્ષોથી ડૂબી ગયું છે. પંપ હાઉસ તો ચાલે છે પણ ધમક વગર. બિલ તો આવે છે પણ મનપાની જાતી સંમતિએ… બસ ‘અગાઉની સરકારે શા માટે નહીં ભર્યું’ એવો જૂનો રેકોર્ડ વાગે છે.”
“પાણી પચાવીએ પણ ભાવે નહીં — એવુ નવતર નારું હવે ભાવનગર માટે બેસી ગયું છે.”

શેત્રુંજી ડેમથી દરરોજ પીવાય છે 100 MLD પાણી – એટલે કે દરરોજ એક તળાવ ચૂસી જાય એટલું પાણી… પણ બિલ ભરવું એટલે જાણે કોઈ અનાદિકાળનું શ્રાપ હોય એવું વર્તન!
“મફતમાં પાણી, મીઠું બોલવાવાળી ટેવ!” જેમ કે કહેવત છે,
“બિલ નો બોલ શા માટે બોલીએ? એ તો ઇતિહાસે લખવાનાં હોય!”
“પંપ હાઉસ ચાલે છે, પણ નળીમાં પાણી કરતા વધુ હવામાં વાયદા વહે છે!”
વન ટાઈમ સેટલમેન્ટ? કે ફન ટાઈમ એન્ટરટેઇનમેન્ટ? વિભાગ કહે: “ચાલો સેટલ કરો!” મનપા કહે: “જરા ઠેરો, અમે પહેલાથી જ સેટલ થઈ ગયા છીએ… લોકોના ધીરજ પર!”
305 કરોડ રૂપિયાની અંદર માત્ર એક રકમ નથી છૂપી – તેમાં છૂપાયેલું છે સત્તાની અવગણના, નાગરિકોની નારાજગી અને ‘ભવિષ્યના વોટ’નો વણસાર.
આ પણ વાંચોઃભાવનગર વરતેજ પોલીસ પર નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરવાના આરોપ
આ પણ વાંચોઃભાવનગરમાં લોનના બહાને લાખો રૂપિયાની ઠગાઈ
આ પણ વાંચોઃભાવનગરના જેસરમાં 17 સાવજોની ભવ્ય એન્ટ્રી

