Mahesana News/ અમેરિકામાં દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા, લૂંટ બાદ બુકાનીધારીએ ગોળીઓ વરસાવી

અમેરિકાના ટેનેસીના જેકસનમાં મહેસાણા મૂળના વેપારી સુરેશ પટેલની લૂંટ દરમિયાન ગોળી મારી હત્યા (Mahesana Gujarati Murder America) કરવામાં આવી. સ્ટોર શરૂ કર્યાને માત્ર એક સપ્તાહ થયો હતો અને ઘટના સમયે તેમની 19 વર્ષીય દીકરી પણ સાથે હાજર હતી.

Top Stories Gujarat Others Breaking News
Mahesana Gujarati Murder America:સ્ટોર શરૂ કર્યાને માત્ર 7 દિવસ, લૂંટ દરમિયાન ગુજરાતીના ગોળી મારી હત્યા

Mahesana News: અમેરિકાના ટેનેસી રાજ્યના જેકસન શહેરમાં મહેસાણા મૂળના એક ગુજરાતી વેપારીની લૂંટ દરમિયાન ગોળી મારી હત્યા (Mahesana Gujarati Murder America) કરવામાં આવી હોવાની કરુણ ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ સુરેશ પટેલ તરીકે થઈ છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, સુરેશ પટેલે અમેરિકામાં પોતાનો નવો સ્ટોર શરૂ કર્યાને હજુ માત્ર એક સપ્તાહ જેટલો સમય થયો હતો. ગુરુવારે રાત્રે તેઓ પોતાની 19 વર્ષીય દીકરી સાથે સ્ટોર પર હાજર હતા ત્યારે એક બુકાનીધારી શખસ લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો.

લૂંટનો વિરોધ ન કર્યો છતાં લૂંટારુએ ગોળીઓ ચલાવી

મળતી માહિતી મુજબ, બુકાનીધારી શખસે સ્ટોરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી. સુરેશ પટેલે પરિસ્થિતિ વણસે નહીં તે માટે લૂંટનો વિરોધ કર્યો ન હોવાનું જણાવવામાં આવે છે. જોકે, લૂંટ બાદ આરોપી સ્ટોરમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેણે અચાનક ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં સુરેશ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની દીકરીની નજર સામે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાથી પરિવારજનો ઉપરાંત સ્થાનિક ગુજરાતી સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.

એક સપ્તાહ પહેલાં જ શરૂ કર્યો હતો નવો સ્ટોર

સુરેશ પટેલે જે સ્ટોરમાં આ ઘટના બની ત્યાં આશરે સાત દિવસ પહેલાં જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. નવા વ્યવસાયની શરૂઆતના થોડા જ દિવસોમાં બનેલી આ ગોઝારી ઘટનાએ પરિવારને આઘાતમાં મૂકી દીધો છે. ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે સુરેશ પટેલ પોતાની 19 વર્ષીય દીકરી સાથે સ્ટોરમાં હાજર હતા. તે સમયે બુકાનીધારી લૂંટારુએ સ્ટોરને નિશાન બનાવ્યો હતો.

Mahesana Gujarati Murder America: 30 વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયા હતા

સુરેશ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની હતા. મળતી માહિતી પ્રમાણે તેઓ આશરે 30 વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા. અમેરિકામાં લાંબા સમયથી વસવાટ કર્યા બાદ તેમણે તાજેતરમાં નવો સ્ટોર શરૂ કર્યો હતો. જોકે, સ્ટોર શરૂ કર્યાના માત્ર સાત દિવસમાં જ તેમની હત્યા (Mahesana Gujarati Murder America) થતાં આખજ ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

દીકરીની સામે પિતાની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું

ઘટના સમયે સુરેશ પટેલની 19 વર્ષીય દીકરી પણ સ્ટોરમાં હાજર હતી. લૂંટ બાદ થયેલા ગોળીબારમાં તેની નજર સામે પિતાનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ અમેરિકન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને લૂંટારુની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે.

અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા અંગે ફરી સવાલ

અમેરિકામાં ગુજરાતી અને ભારતીય મૂળના લોકો સાથે બનતી ગંભીર ગુનાહિત ઘટનાઓ વચ્ચે સુરેશ પટેલની હત્યા (Mahesana Gujarati Murder America)એ ફરી એકવાર સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, છેલ્લા સવા વર્ષ દરમિયાન અમેરિકામાં પાંચ ગુજરાતીઓની હત્યા (Mahesana Gujarati Murder America)ની ઘટનાઓ સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો:અમેરિકામાં ગુજરાતી પિતાની પુત્રએ જ હત્યા કરતા મચી ચકચાર

આ પણ વાંચો:બારડોલીના વેપારી રાકેશ પટેલની અમેરિકામાં હત્યા, શું ગુજરાતીઓ માટે અમેરિકા ભારી પડે છે…..

આ પણ વાંચો:અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ભયનો માહોલ