Business News: અમેરિકાના નાણાકીય નિર્ણય અને ડોનાલ્ડ ટ્રમ્પની ક્રિપ્ટો ઉદ્યોગના નેતાઓ સાથેની બેઠક બાદ Bitcoin Rallyમાં જોરદાર તેજી જોવા મળી છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક જ દિવસમાં 9.4% વધી લગભગ $77,500 સુધી પહોંચી ગઈ છે. આ સપ્તાહમાં બિટકોઇનમાં આશરે 23%નો ઉછાળો નોંધાયો છે.
Bitcoin Rally: અમેરિકાના નિર્ણયથી બિટકોઇનમાં તોફાની તેજી
બિટકોઇનની તેજી પાછળ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટની જાહેરાતને મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકી ટ્રેઝરી લાંબા ગાળાના બોન્ડની બાયબેક એટલે કે પુનઃખરીદીમાં ઓછામાં ઓછો બમણો વધારો કરશે.
આ જાહેરાત બાદ નાણાકીય બજારોમાં રોકાણકારોની ધારણા બદલાઈ હતી. ટ્રેડર્સે અબજો ડોલરની શોર્ટ પોઝિશન બંધ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે મોટી સંખ્યામાં શોર્ટ પોઝિશન બંધ થાય છે ત્યારે બજારમાં ખરીદીનું દબાણ વધે છે, જેનાથી બિટકોઇન સહિત જોખમી એસેટ્સમાં તેજી આવી શકે છે.
ટ્રમ્પની ક્રિપ્ટો નેતાઓ સાથેની બેઠકથી વધ્યો વિશ્વાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)પણ ક્રિપ્ટો ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકને કારણે અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી અંગે વધુ અનુકૂળ નીતિઓની આશા વધી હોવાનું બજાર વિશ્લેષકો માને છે. ટ્રમ્પ અગાઉ પણ ક્રિપ્ટો ઉદ્યોગ પ્રત્યે સકારાત્મક વલણ વ્યક્ત કરી ચૂક્યા છે. તેથી તેમની બેઠકને રોકાણકારોએ ભવિષ્યની ક્રિપ્ટો નીતિ અંગે સકારાત્મક સંકેત તરીકે જોઈ છે.
અમેરિકાના બોન્ડ માર્કેટમાં થયેલી હિલચાલની અસર માત્ર બિટકોઇન પૂરતી મર્યાદિત રહી નથી. ડોલરની સ્થિતિ અંગે રોકાણકારોમાં ચિંતા વધતાં સોનાની કિંમત પણ મે મહિનાથી સૌથી ઊંચા સ્તરે પહોંચી હોવાનું જણાવાયું છે.
નિષ્ણાતો શું કહે છે? સોનું અને બિટકોઇન બંને પર નજર
નિષ્ણાતોના મતે વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકારોએ પોતાની મૂડીને અલગ-અલગ એસેટ્સમાં વહેંચવી જોઈએ. કેટલાક નિષ્ણાતો પોર્ટફોલિયોના આશરે 10થી 15% હિસ્સાને સોનામાં રાખવાની વાત કરે છે, જ્યારે થોડો હિસ્સો બિટકોઇન (Bitcoin)જેવી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં રાખી શકાય છે.
અમેરિકી ટ્રેઝરીના લાંબા ગાળાના બોન્ડ બાયબેક વધારવાના નિર્ણયથી લાંબા ગાળાની યીલ્ડમાં ઘટાડો થયો છે. પરિણામે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા વધી હોવાનું વિશ્લેષણ છે. જોકે, બિટકોઇન હજુ પણ અત્યંત અસ્થિર એસેટ છે. તેથી માત્ર તાજેતરની તેજીના આધારે રોકાણ કરવાનો નિર્ણય લેવાને બદલે રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા, સમયગાળો અને નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેવી જરૂરી છે.
આ પણ વાંચો:ક્રિપ્ટોકરન્સી બજારમાં જબરદસ્ત ઉછાળો,બિટકોઇ $75K નજીક, ઇથેરિયમ 9% ઉછળ્યું
આ પણ વાંચો:બિટકોઇનના ભાવમાં તીવ્ર ઘટાડો, શું ક્રિપ્ટોકરન્સી બજાર પાછું મંદીમાં છે?
આ પણ વાચો:રાજકોટમાં એગ્રો વેપારી સાથે ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે 40.78 લાખની ઓનલાઇન છેતરપિંડી
