ઝારખંડ/ માઓવાદીઓ સામે ઝારખંડ પોલીસને મોટી સફળતા,રોકેટ લોન્ચર, ગન અને IED બોમ્બ મળી આવ્યા

પોલીસે બંકર અને કેમ્પમાંથી 5 કિલોનો IED બોમ્બ અને ઘણી વસ્તુઓ મળી આવી છે. પોલીસને એક રોકેટ લોન્ચર ગન પણ મળી આવી

Top Stories India

માઓવાદી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા જિલ્લા પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં પોલીસને નક્સલવાદીઓ વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મળી છે. આ દરમિયાન પોલીસે બંકર અને કેમ્પમાંથી 5 કિલોનો IED બોમ્બ અને ઘણી વસ્તુઓ મળી આવી છે. પોલીસને એક રોકેટ લોન્ચર ગન પણ મળી આવી છે.

માઓવાદી સામેના તપાસ અભિયાનમાં પોલીસને મળી મોટી સફળતા.રાજાબાસા ગામની નજીકના જંગલ અને પહાડી વિસ્તારના   કેમ્પમાંથી બે રોકેટ લોન્ચર ગન પણ મળી આવી છે. તેને સ્થળ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા આઈઈડી બોમ્બને પણ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. આ  ઉપરાંત ચાર AK-47K 20 ખાલી કેસ અને BGLનો એક ખાલી કારતૂસ પણ મળી આવી છે.

 પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશુતોષ શેખરે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલ બંકરમાં ઓછામાં ઓછા 40-50 લોકો માટે રહેવાની વ્યવસ્થા હતી. જો કે, આ નક્સલવાદીઓનો જૂનો બંકર અને કેમ્પ હતો, જેને તેઓ ઘણા સમય પહેલા છોડીને ગયા હતા. આ બંકરો અને કેમ્પોને પણ સ્થળ પર તોડી પાડવામાં આવ્યા છે. માઓવાદી વિરુદ્ધ અભિયાન ચાલુ છે.