બિગ બેશ લીગ (BBL) 2021-22 પર કોરોનાનું સંકટ કહેર બની રહ્યું છે. મેલબોર્ન સ્ટાર્સે માહિતી આપી હતી કે ઓસ્ટ્રેલિયન ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો – મોટો નિર્ણય / દેશમાં કોરોનાના કેસ વધતા BCCIએ લીધો મોટો નિર્ણય,જાણો સમગ્ર વિગત
સોમવારે મેલબોર્ન સ્ટાર્સે મેલબોર્ન રેનેગેડ્સ સામે જીત મેળવી હતી, ત્યારબાદ ટીમનાં કેપ્ટન મેક્સવેલનાં રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. મેક્સવેલ આઈસોલેશનમાં છે અને તેના RT PCR ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મેલબોર્ન સ્ટાર્સનાં કુલ 12 ખેલાડીઓ અને 8 સ્ટાફ મેમ્બર અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન, મેલબોર્ન સ્ટાર્સ માટે સારા સમાચાર એ છે કે એડમ ઝમ્પા, માર્કસ સ્ટોઇનિસ અને નાથન કુલ્ટર-નાઇલ સહિત 10 ખેલાડીઓનો ફરજિયાત સાત દિવસનો આઇસોલેશન સમયગાળો આગામી મેચ સુધીમાં પૂર્ણ થશે. આગામી બે દિવસમાં આ ખેલાડીઓનો ફરજિયાત આઈસોલેશન સમયગાળો સમાપ્ત થઈ જશે અને તેઓ બધા ટીમની આગામી મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ થઈ શકશે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભારતીય ક્રિકેટમાં કોરોનાની Entry, ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી સંક્રમિત
વર્તમાન BBL મેલબોર્ન સ્ટાર્સ માટે કંઈ ખાસ રહ્યું નથી, ટીમે અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે, જેમાંથી માત્ર ત્રણ જ જીતી છે. મેલબોર્ન સ્ટાર્સ આઠ ટીમોમાં સાતમાં ક્રમે છે. મેલબોર્ન સ્ટાર્સ હવે એડિલેડ સ્ટ્રાઈકર્સનો સામનો કરશે. આ મેચ 7મી જાન્યુઆરીએ રમાવાની છે.
