Not Set/ મહિલાઓને એટેનડેન્સની નોકરીના નેજા હેઠળ કેટલાંક લોકો દ્વારા કરાતું હતું શારિરીક શોષણ : ડો.નો ઘટસ્ફોટ

પોતાની ઓળખ છુપાવવાની શરતે હોસ્પિટલના જ એક તબીબે પણ આ મામલે ગંભીર ઘટસ્ફોટ પર કર્યો. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓને એટેનડેન્સની નોકરીના નેજા હેઠળ HR મેનેજર સહિતના કેટલાંક લોકો દ્વારા શારિરીક શોષણ કરવામાં આવતું હતું…

Top Stories Gujarat Others

જામનગરની કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટ્સ દ્વારા સુપરવાઈઝર પર લગાવાયેલા કથિત યૌન શોષણના આરોપ બાદ રાજ્યભરમાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સરકાર સહિત તંત્રએ આ મામલે ગંભીરતા દાખવીને ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

  • જામનગરની સરકારી કોવિડ હોસ્પિ.ની એટેન્ડન્ટ યુવતીઓનો આક્ષેપ
  • હોસ્પિટલના સુપરવાઈઝર્સ અઘટીત માગણી કરતા હોવાનો આરોપ
  • 8 મહિનાથી શારીરિક શોષણ કરતા હોવાનો કર્યો ઘટસ્ફોટ
  • એટેન્ડન્ટ્સ યુવતીઓના આરોપથી રાજ્યભરમાં ચકચાર

જામનગરની જી.જી. હોસ્પિટલ સ્થિત કોવિડ હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંય મહિનાથી મહિલા એટેન્ડન્ટ સાથે સુપરવાઈઝરો શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનું ત્યારે સામે આવ્યું જ્યારે એન્ટેન્ડન્ટ યુવતીઓ પોતાની આપવીતી અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવી. કલેકટરને આપેલા આવેદનપત્ર દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, તેમને છેલ્લાં ઘણા સમયથી નોકરીના નામે સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટર દ્વારા શારીરિક હેરાનગતિ કરવામાં આવી રહી છે.  તો બીજી તરફ પોતાની ઓળખ છુપાવવાની શરતે હોસ્પિટલના જ એક તબીબે પણ આ મામલે ગંભીર ઘટસ્ફોટ પર કર્યો. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓને એટેનડેન્સની નોકરીના નેજા હેઠળ HR મેનેજર સહિતના કેટલાંક લોકો દ્વારા શારિરીક શોષણ કરવામાં આવતું હતું.

તો આ મુદ્દે SDM અને મેડિકલ કોલેજના ડીન સાહિતના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રાજ્ય સરકારે પણ આ મામલાની ગંભીરતાની નોંધ લીધી છે.  ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ પ્રકારની ઘટના ચલાવી લેવાશે નહીં.

તો આ મામલે જામનગર જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલે કમિટીની રચના કરાઈ હોવાની વાત કરી છે.  જ્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે પણ આ મામલે કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ સરકાર કડક કાર્યવાહી કરશે તેવી બાંહેધરી આપી હતી.

હાલ તો જામનગરની જીજી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં થયેલી કથિત શારીરિક શોષણની ઘટનાને લઈને રાજ્યભરમાં ચકચાર મચી ગયો છે. સરકારે પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે, ત્યારે હવે જોવું રહ્યું કે, ખરેખર આ ઘટના પાછળના આરોપીઓને કાયદો અને તંત્ર શું સજા કરી શકે છે.