દેશમાં કોરોનાના કેસ વધતા BCCI નો મોટો નિર્ણય
બીસીસીઆઈએ રણજી ટ્રોફી કરી મોકૂફ
સીકે નાયડુ ટ્રોફી પણ મોકૂફ રખાઈ
સીનિયર વૂમન્સ ટી-20 લીગ પણ રદ
ખેલાડીઓની સુરક્ષાને સર્વોપરી ગણાવી
વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે તમામ રાજ્યોએ કડક પાબંદી અમલી બનાવી દીધી છે ત્યારે BCCIએ મોટો નિર્ણય લીધો છે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ મુલતવી કરી દીધી છે. આ ઉપરાંત સી.કે નાયડુ ટ્રોફ્રી પણ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઝડપથી વધી રહ્યું છે. આ પછી, સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે કોવિડ -19 ની ત્રીજી લહેર આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 37 હજાર 379 નવા કેસ નોંધાયા છે જ્યારે 124 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી દેશમાં કોવિડ-19ના કુલ કેસ વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે જ્યારે આ મહામારીને કારણે 4 લાખ 82 હજાર 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં 176 નવા કેસ સાથે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 1889 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 578 કેસ છે જ્યારે દિલ્હી 351 કેસ સાથે બીજા ક્રમે છે. બીજી તરફ જો રાજસ્થાનની વાત કરીએ તો અહીં કુલ 174 દર્દીઓ સામે આવ્યા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા (67), કર્ણાટક (64), હરિયાણા (63), ઓડિશા (37), પશ્ચિમ બંગાળ (20), આંધ્રપ્રદેશ (17), મધ્યપ્રદેશ (9), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ. (8), ચંદીગઢ (3), જમ્મુ અને કાશ્મીર (3), આંદામાન અને નિકોબાર (2), ગોવા (5), હિમાચલ પ્રદેશ (1), લદ્દાખ (1), મણિપુર (1) અને પંજાબ (1) ગયા છે. .
