Junagadh News/ ગિરનાર અંબાજી મંદિર વિવાદ: દારૂ-નોનવેજ પાર્ટીનો વીડિયો વાઈરલ બાદ નવા ખુલાસા, સગીરનો આરોપ, “મને નશામાં ધૂત કરી વીડિયો ઉતાર્યો”

જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર (Ambaji temple scandal) પરિસરમાં દારૂ અને નોનવેજની મિજબાનીનો વીડિયો વાઇરલ થયા બાદ મામલો ગરમાયો છે. 10 પૂજારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વીડિયોમાં દેખાતા સગીરે હવે ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Ambaji temple scandalમાં ચોંકાવનારો દાવો: મને મોહરો બનાવી વીડિયો ઉતાર્યો

Junagadh News: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા મા અંબાજી મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજ (Ambaji temple scandal)ની મિજબાનીનો શરમજનક વીડિયો વાઈરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને પગલે તંત્રએ તાત્કાલિક પગલાં લઈને 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કર્યા છે. જોકે હવે આ મામલે નવા ખુલાસાઓ સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.

Ambaji temple scandal અંગે સગીરનો ચોંકાવનારો આરોપ

વીડિયોમાં દેખાતા સગીર યુવકે મીડિયા સમક્ષ જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં તેને મોહરો બનાવવામાં આવ્યો હતો. તેના જણાવ્યા મુજબ, તે પોતાના મિત્ર અભિષેકસિંહ ચૌહાણના કહેવા પર મંદિર (Ambaji temple scandal) પરિસરમાં રોકાવા ગયો હતો. અભિષેકસિંહ પોતે જ દારૂ લઈને આવ્યો હતો અને સોડામાં મિક્સ કરીને તેને પીવડાવ્યો હતો.

સગીરનો આક્ષેપ છે કે નશાની હાલતમાં કેટલાક લોકો તેને “બોલ ને, ખા ને, મોઢું આમ કર” કહીને ઉશ્કેરતા હતા અને તેનો વીડિયો ઉતારતા હતા. તેણે વધુમાં કહ્યું કે આ વીડિયો છગનભાઈ ડાભી નામના શખ્સે ઉતાર્યો હતો. આ દરમિયાન અભિષેક ચૌહાણ, જીગો ડાભી, ભગુડો વાઘેલા અને નિખિલ ગોસ્વામી સહિત અન્ય લોકો પણ હાજર હતા.

“માત્ર એક જ છોકરાનો વીડિયો કેમ?”

સગીરના પરિવારજનોએ પણ આ મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સગીરના મોટા ભાઈએ જણાવ્યું કે ઘટનાસ્થળે 7 થી 8 લોકો હાજર હોવા છતાં માત્ર એક જ છોકરાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, સગીરને આગળ ધરીને મંદિરને બદનામ કરવાનો કોઈ મોટો ષડયંત્ર હોઈ શકે છે. પરિવારે તંત્રને વિનંતી કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી સાચી હકીકત બહાર લાવવામાં આવે.

દાનપેટીમાંથી પૈસા કાઢતા પૂજારીઓનો વીડિયો

આ વિવાદ વચ્ચે મંદિર (Ambaji temple scandal) પરિસરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા કાઢીને પોતાના ખિસ્સામાં ભરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો બહાર આવતા યાત્રાધામની સુરક્ષા અને પવિત્રતા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસ દ્વારા મંદિરનું “શુદ્ધિકરણ”

આ સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢ શહેર કોંગ્રેસ (Congress) સમિતિ પણ સક્રિય બની છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો ગિરનાર પર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા.

કોંગ્રેસના કાર્યકરોએ ભંડારા ગૃહ અને મંદિર (Ambaji temple scandal) પરિસરમાં ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરીને સ્થળનું શુદ્ધિકરણ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, મંદિરની પવિત્રતા જાળવવા આ પગલું લેવામાં આવ્યું છે.

પોલીસ તપાસ તરફ નજર

સગીરના પરિવારજનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ આ સમગ્ર પ્રકરણમાં રહેલા સંભવિત ષડયંત્રના મૂળ સુધી ક્યારે પહોંચશે અને ગિરનાર જેવા પવિત્ર યાત્રાધામની પ્રતિષ્ઠા પર લાગેલા આ કલંક પાછળની સાચી હકીકત ક્યારે બહાર આવશે.


આ પણ વાંચો:ગિરનાર અંબાજી મંદિરમાં મહાપાપ! મંદિરમાં દારૂ-મટન બાદ પૈસાની ચોરી, 26 લોકોની હકાલપટ્ટી

આ પણ વાંચો:દારૂ પર દંગલ : ગેહલોતની રૂપાણીને સલાહ, દારૂ મુદ્દે પાડોશી રાજ્યો સાથે ચર્ચા કરી એક્શન પ્લાન બનાવે

આ પણ વાંચો:જુનાગઢ : ખરાબ ભોજનથી કંટાળી કન્યા છાત્રાલયની દિકરીઓએ મેસમાં ચાલતી પોલ ખોલી