rajkot Suicide/ રાજકોટ એઇમ્સના MBBSના વિદ્યાર્થીની આત્મહત્યા

રાજકોટમાં મેડિકલનું ભણતા અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા માટે માનસિક તકલીફનું કારણ માનવામાં આવે છે. અગાઉ પણ તેને માનસિક સારવાર આપવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot Breaking News
માનસિક તકલીફના લીધે ઇન્ટર્ન ડોક્ટરની આત્મહત્યા (Suicide)

Rajkot News:  રાજકોટ એઇમ્સના MBBSના વિદ્યાર્થીએ આત્મહત્યા (Suicide) કરી કરતા ચકચાર મચી ગઈ છે. MBBSનો આ વિદ્યાર્થીએ પારપીપલિયા રેલ્વે ક્રોસિંગ પાસે 14 માર્ચના રોજ વહેલી સવારે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા (Suicide) કરી હતી. પોલીસને તેની પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ માનસિક બીમારી માનવામાં આવે છે. આ વખતે આત્મહત્યા કરનારા યુવકે દોઢ મહિના પહેલાં પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે પારપીપલિયાના ગ્રામીણોએ બચાવ્યો હતો.

માનસિક તકલીફના લીધે ઇન્ટર્ન ડોક્ટરની આત્મહત્યા (Suicide)
માનસિક તકલીફના લીધે ઇન્ટર્ન ડોક્ટરની આત્મહત્યા (Suicide)

માનસિક તકલીફના લીધે કરી આત્મહત્યા (Suicide)

આ યુવકના રાજસ્થાનમાં રહેતા માબાપ પુત્રની આત્મહત્યા(Suicide)ના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. મૃતક યુવક રતનકુમાર મેઘવાલ રાજસ્થાનનો વતની છે. તે રાજકોટની એઇણ્સ હોસ્પિટલમાં મેડિકલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તે મેડિકલ હોસ્ટેલ છોડી ગયા હતા અને તેના પછી પોણા પાંચ વાગે પારપીપલિયા રેલ્વે ટ્રેક નજીક ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. ગાંધીગ્રામ પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

રાજસ્થાનમાં મૃતકના કુટુંબને જાણ કરાઈ

રતન મેઘવાલ (Ratan Meghval) ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી, તેના માતાપિતાને જાણ કરવામાં આવી છે. તેઓ રાજસ્થાનથી રાજકોટ જવા રવાના થઈ ગયા છે અને તેમના આગમન પછી, યુવાનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. જોકે, ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોતા આ યુવાનના આત્મહત્યાથી સમગ્ર પરિવારને ઊંડા આઘાત અને શોકમાં ડૂબી ગયો છે.

માનસિક તકલીફના લીધે ઇન્ટર્ન ડોક્ટરની આત્મહત્યા (Suicide)
માનસિક તકલીફના લીધે ઇન્ટર્ન ડોક્ટરની આત્મહત્યા (Suicide)

મૃતકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું

મૃતકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મેડિકલના વિદ્યાર્થીએ 28 જાન્યુઆરીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે, તે વહેલી સવારે હોસ્ટેલ છોડીને પારપીપલિયા રેલ્વે ટ્રેક પર પહોંચ્યો હતો. ગામલોકોએ તેને ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરે તે પહેલાં બચાવી લીધો હતો.

યુવક માનસિક રીતે અસ્વસ્થ હતોઃ એઇમ્સ

એઈમ્સ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, યુવાન માનસિક રીતે અસ્વસ્થ હતો અને તે સમયે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના માતાપિતાને બોલાવવામાં આવ્યા હતા. તે યુવાન હવે એઈમ્સ કેમ્પસમાં રહેતો ન હતો. જોકે, પોલીસ કહે છે કે તે મેડિકલ હોસ્ટેલમાં રહેતો હતો, અને હોસ્ટેલ વોર્ડને વિદ્યાર્થીના મૃતદેહની ઓળખ કરી હતી. હવે યુવાનના કબજામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. તેના આધારે, મેડિકલ વિદ્યાર્થીની આત્મહત્યા પાછળના કારણો શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: રાજકોટમાં યુવતીની મંગેતર સાથે આત્મહત્યા: ઘેરાયા રહસ્યના વમળ

આ પણ વાંચો: થરાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ મળતા ચકચાર

આ પણ વાંચો: ગાંધીનગર નભોઈ કેનાલમાં બે યુવતીઓએ કૂદી આત્મહત્યા કરી,બંને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી હતી