નવી દિલ્હીઃ મણિપુર (Manipur)માં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે, રાજ્યના સીએમ એન બિરેન સિંહે (Birensingh) સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિરેન સિંહ ભાજપના સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા, બિરેન સિંહે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. દરમિયાન, ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા જણાવ્યું છે.
બિરેનસિંહ 2017થી મણિપુરમાં સીએમ હતા. કેન્દ્ર સરકારે ફરી એકવાર મણિપુરમાં હિંસાના મામલાની તપાસ કરી રહેલા પંચને 20 મે, 2025 સુધીમાં રિપોર્ટ સોંપવા માટે સમય આપ્યો હતો. આમ તેનો રિપોર્ટ આવે તે પહેલા સીએમ બિરેનસિંહે રાજીનામુ આપ્યું છે. હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300થી વધુ લોકોના મોત થયા છે. ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબાની અધ્યક્ષતામાં 4 જૂન, 2023ના રોજ તપાસ પંચની રચના કરવામાં આવી હતી.
આ રિપોર્ટ કેન્દ્ર સરકારને વહેલી તકે સોંપવાનો રહેશે.કમિશનમાં નિવૃત્ત IAS અધિકારી હિમાંશુ શેખર દાસ અને નિવૃત્ત IPS અધિકારી આલોક પ્રભાકરનો પણ સમાવેશ થાય છે, જેમને વિવિધ સમુદાયોના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને રમખાણોના સંબંધમાં તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. મણિપુરમાં 3 મે, 2023ના રોજ હિંસા શરૂ થઈ હતી. 4 જૂન, 2023ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે કમિશને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને વહેલી તકે સોંપવો પડશે. અગાઉ, ગૃહ મંત્રાલયે આયોગને રિપોર્ટ સબમિટ કરવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
મણિપુરમાં હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ સોમવારે મોટી કાર્યવાહી કરતાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓ માટે નવ મેઇતેઇ ઉગ્રવાદી સંગઠનો અને તેમના સહયોગીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, જે જૂથોને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે તેમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને તેની રાજકીય પાંખ, રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની સશસ્ત્ર પાંખનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
આ પણ વાંચો:500 દિવસથી ભડકે બળતા મણિપુરમાં હવે ભાજપ પણ સેફ નથી? NPPએ છેડો ફાડતાં સરકાર સામે બળવાની શક્યતા
