Dwarka News/ દ્વારકા પોલીસનું કારનામું, બાળાનું અપહરણ કરનાર આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો

દ્વારકામાં સગીર બાળાનું મુસ્લિમ શખ્સ દ્વારા અપહરણ કરાયું. ભાણવડ પંથકમાં મુસ્લિમ શખ્સ દ્વારા સગીર વયની બાળાનું અપહરણ કરવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાયર્વાહી કરી

Top Stories Gujarat Others

Dwarka News: દ્વારકામાં સગીર બાળાનું મુસ્લિમ શખ્સ દ્વારા અપહરણ કરાયું. ભાણવડ પંથકમાં મુસ્લિમ શખ્સ દ્વારા સગીર વયની બાળાનું અપહરણ કરવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાયર્વાહી કરી. ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા પોલિસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા આકાશ-પાતાળ એક કર્યા. પોલીસની તત્કાલ કામગીરી અને સતર્કતાના કારણે ગણતરીની કલાકોમાં જ બાળા સહિત આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી.

સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયા બાદ અટકાયત કરી. પૂછપરછમાં આરોપીનું નામ રજાક ઉર્ફે ટકો મામદ નાગલા હોવાનું સામે આવ્યું અને બાળાના અપહરણના કામમાં તેના સાગરિતનું નામ હનિફ કારું કાંટેલિયા હોવાની ખબર પડી. પોલીસે બંને આરોપીને ઝડપી લેતા અટકાયત કરી.

બંને આરોપીને સઘન પૂછતાછ કરી પૉક્સો અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભાણવડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસ હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.એ. રાણા, કે.કે. મારુ. પી.જે.ખાંટ અને એન. જે વાળા તેમજ ભાણાવડના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, ગુનેગારોને સાચવતા પોલીસકર્મીઓ દંડાશે

આ પણ વાંચો: હર્ષ સંઘવી સાહેબ તમારી અંકલેશ્વર પોલીસ ને જરા સમજાવો કાયદાની ઐસી તૈસી કરી નાખી…???

આ પણ વાંચો: જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું