Gujarat news : ગુજરાત પોલીસ ના કેટલાક પોલીસ મથકો અને અધિકારીઓ ને લઈ ને અવારનવાર વિવાદોમાં આવતી જોવા મળે છે. ત્યારે પોલીસ નો વધુ એક વિવાદ સામે આવ્યો છે.વાત છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી આઈ વી કે ભૂતિયા અને પોલીસ કર્મી સહદેવસિંહ અને અન્ય પોલીસ કર્મીઓની અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકની બે મહિલાઓ ને અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ કર્મી સહદેવસિંહ અને અન્ય પોલીસ કર્મીઓ શનિવારે ધનસુરા પોલીસ મથકે આવ્યા હતા અને બપોરે 3 વાગ્યાના અરસામાં બે મહિલાઓ ને ગુન્હાના તપાસના કામે પૂછપરછ માટે લઈ ગઈ હતી.
બન્ને મહિલાઓ ને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સોમવારે તારીખ 12 ના રોજ અટકાયત કરેલી ઓન રેકર્ડ બતાવવામાં આવી છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે ત્યારે પોલીસે સોમવારે અટકાયત કરી તો શનિવારથી સોમવાર સુધી આ બન્ને મહિલાઓ ને ક્યાં કારણોસર પોલીસ મથકમાં રાખવામાં આવી તે અંગે મહિલાઓના પરિવારજનો એ સવાલો ઉઠાવ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા દ્વારા વી કે ભૂતિયા અને પોલીસ કર્મી સહદેવસિંહ તમેજ અન્ય પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં તેવી પરિવારજનોની માંગ છે.
બંધારણીય કાયદા મુજબ જો કોઈ મહિલા ને પોલીસ મથકમાં પૂછ પરછ માટે લાવવામાં આવે તો તેને સાંજ પડતા ઘરે જવા દેવામાં આવે અથવા આગવી વ્યવસ્થા કરવામાં આવે પરંતુ પી આઈ વી કે ભૂતિયા અને તેમનો પોલીસ સ્ટાફ કાયદાને ઘોળી ને પી ગઈ હોય તેમ તેમની મનમાની ચલાવી મહિલાઓ ને પોલીસ મથકમાં રાખી હતી.અને સોમવારે અંકલેશ્વર પોલીસે કાયદેસરની અટક બતાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા આ ઘટના મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના દસ તારીખ શનિવારથી લઈ મંગળવાર સુધીના સી સી ટીવી ફૂટેજ મંગાવી તપાસ કરાવે અને ધનસુરા પોલીસ મથકે રજીસ્ટર માં થયેલ એન્ટ્રી ની પણ તપાસ કરાવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.પોલીસ અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટે ના શરણે ગઈ છે.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી આઈ વી કે ભૂતિયા અને પોલીસ સ્ટાફે કરેલી કાયદાની અવગણના અને તેમની મનમાની ચલાવતા પોલીસ અત્યાચાર નો ભોગ બનેલી મહિલાઓના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટે માં ન્યાય માટે પહોંચ્યા છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
