Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે 1 ઓગસ્ટથી નવી ઓનલાઈન સિસ્ટમ અમલમાં મૂકી રહી છે. હવે અરજદારો ઘરે બેઠા અરજી કરી શકશે અને વર-કન્યાના ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર મેળવી શકશે. નવી સિસ્ટમ લાગુ થવાને કારણે 31 જુલાઈએ લગ્ન નોંધણીની કામગીરી બંધ રહેશે.
લગ્ન નોંધણી (Marriage Registration) હવે સંપૂર્ણ ઓનલાઈન
1 ઓગસ્ટથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર નવી ઓનલાઈન (Online Registration) લગ્ન નોંધણી (Marriage Registration) સેવા શરૂ થશે. અરજદારો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.
અરજી બાદ સ્લોટ બુક કરવાની મળશે સુવિધા
અરજી અને દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ અરજદાર પોતાની અનુકૂળ તારીખ અને સમય મુજબ વોર્ડ ઓફિસમાં હાજર રહેવા માટે ઓનલાઈન સ્લોટ બુક કરી શકશે. જાહેર રજાના દિવસો સિવાય ઉપલબ્ધ સમયમાંથી પસંદગી કરી શકાશે. બુક કરેલા સ્લોટના દિવસે પતિ-પત્નીએ વોર્ડ ઓફિસમાં રૂબરૂ હાજર રહી રજીસ્ટરમાં સહી કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફી ભર્યા પછી વર અને કન્યાના ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર તરત જ તેમના લોગિનમાં ઉપલબ્ધ થઈ જશે.
નાગરિકોને મળશે અનેક ડિજિટલ સુવિધાઓ
નવી સિસ્ટમ હેઠળ અરજદારો અરજીની સ્થિતિ ઓનલાઈન જાણી શકશે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે, વેરિફિકેશન માટે સમય નક્કી કરી શકશે તેમજ ડિજિટલ સહી સાથેનું પ્રમાણપત્ર સરળતાથી મેળવી શકશે. આ વ્યવસ્થાથી સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે.
આ પણ વાંચો: અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે વિવાદ: કોર્ટ બહાર VHPનો વિરોધ, લગ્ન નોંધણી મોકૂફ
આ પણ વાંચો: લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી
આ પણ વાંચો: આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત
