Surendranagar News/ થાનગઢમાં મુક્તિધામ જવાના રસ્તે ગંદકીથી લોકોને હાલાકી

થાનગઢમાં વોર્ડ નંબર 2માં ખોજા સમાજનું મુક્તિધામ આવેલું છે. આ મુકિતધામ જવાના રસ્તે ગટર ઉભરાતા રસ્તા પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળે છે.

Top Stories Gujarat Others

Surendranagar News: થાનગઢ (Thangarh) નગરપાલિકામાં વહીવટદાર શાસનમાં વહીવટ ખાડે ગયો છે. શહેરના વોર્ડ નં. રમાં ખોજા સમાજનું મુકિતધામ આવેલુ છે. આ મુકિતધામ જવાના રસ્તે ઠેર ઠેર ગટર ઉભરાતા રસ્તા પર ગંદા પાણી ફરી વળે છે. છેલ્લાં 5 વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. જેના લીધે આ વિસ્તારમાં રહેતા અને અંતિમક્રિયા માટે મુક્તિધામ જતા મૃતકના સ્વજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં રોડના કામો થાય છે. પરંતુ ખોજા સમાજના મુકિતધામ જવાનો રસ્તો નવો ન બનતા ભારે પરેશાની વઠવી પડી રહી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ નગરમાં આઝાદીના 7 દાયકા બાદ પણ અસુવિધાઓ વચ્ચે જીવવા મજબૂર થયા છે. થાનગઢ શહેરમાં વહીવટદારો પોતાની ફરજ અદા કરવાનું ભુલી ગયા હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે. વિકાસ કરવા મામલે થાનગઢ પાછળ રહી ગયું હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. થાનગઢમાં વોર્ડ નંબર 2માં ખોજા સમાજનું મુક્તિધામ આવેલું છે. આ મુકિતધામ જવાના રસ્તે ગટર ઉભરાતા રસ્તા પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળે છે.

છેલ્લાં 5 વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. જેના લીધે આ વિસ્તારમાં રહેતા અને અંતિમક્રિયા માટે મુક્તિધામ જતા મૃતકના સ્વજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં રોડના કામો થાય છે. પરંતુ ખોજા સમાજના મુકિતધામ જવાનો રસ્તો નવો ન બનતા ભારે તકલીફ વેઠવી પડી રહી છે. હવે જોવાનું એ છે કે નગરપાલિકા ક્યારે આ સમસ્યાનું સમાધાન લાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો જ બીમાર:સુરત સિવિલમાં ઠેર-ઠેર ગંદકી

આ પણ વાંચો:મેમનગરમાં 21 દુકાનો કરાઇ સીલ, ગંદકી ફેલાવવા મામલે કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર