#ChhotaaUdepur/ છોટા ઉદેપુરમાં દારૂના જથ્થા સાથે રૂપિયા 2.75 લાખનો મુદ્દામાલ કબજે

એસએમસીના અધિકારીઓએ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના કુંડલથી સતુન ગામ જવાના રસ્તા પર ત્રણ યુ વ્હીલર પર દારૂ લઈને જતા શખ્સોને……

Top Stories Gujarat

@ નિકુંજ પટેલ

Chhota Udepur News: છોડા ઉદેપુરમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ દારૂનો જથ્થો લઈ જતા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દોઢ લાખનો દારૂ , ત્રણ વાહનો અને મોબાઈલ મળીને કુલ રૂ. 2,75,380 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જ્યારે બે ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના કુંડલથી સતુન ગામ જવાના રસ્તા પર ત્રણ યુ વ્હીલર પર દારૂ લઈને જતા શખ્સોને અટકાવ્યા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 1,49,600 ની કિંમતનો બિયર અને દારૂ તથા ત્રણ ટુ વ્હીલર અને ત્રણ મોબાઈલ મળીને કુલ રૂ. 2,75,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે દારૂની ખેપ મારનારાધનિયા સી. નાયક, પીન્ટુ એમ.બારીયા અને પાયલોટીંગ કરનારા બી.રાઠવાની ધરપકડ કરી હતી. જ્યારે ધુલકા એન.રાઠવા અને દારૂનો જથ્થો મંગાવનારા સહિત બે શખ્સની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કડવાલ પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો