Gujarat Marriage Registration New Rules : ભાગીને લગ્ન કરનાર યુગલોની લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયા અંગે સરકાર મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. આવતીકાલે મળનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી સંબંધિત સુધારેલા નિયમોને મંજૂરી મળવાની શક્યતા છે. જો આ પ્રસ્તાવને લીલી ઝંડી મળશે તો સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
Marriage Registrationને ક્લાસ 2 અધિકારી આપશે મંજૂરી
પ્રસ્તાવિત નિયમો મુજબ, ભાગીને લગ્ન કરનાર યુગલોની નોંધણી માટે હવે ક્લાસ-2 અધિકારીની અંતિમ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવશે. ક્લાસ-2 અધિકારીની મંજૂરી વગર સીધી રીતે લગ્ન નોંધણી શક્ય નહીં રહે. હાલ તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા બાદ અરજીને ઉચ્ચ અધિકારી સમક્ષ મોકલવાની જોગવાઈ રાખવામાં આવી છે.

માતા-પિતા ને અપાશે નોટીસ
નવા નિયમોમાં મહત્વનો ફેરફાર એ પણ સૂચવાયો છે કે ભાગીને લગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતા અથવા વાલીઓને નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ 30 દિવસની અંદર તેઓ પોતાનો જવાબ અથવા રજૂઆત કરી શકશે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ નોંધણી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

કેબિનેટમાં મંજૂરીની શક્યતા
સરકારનું માનવું છે કે આ પગલાથી લગ્ન નોંધણી (Marriage Registration) માં પારદર્શિતા આવશે તેમજ કોઈ ગેરરીતિ અથવા દબાણના કિસ્સાઓ અટકાવી શકાશે. આવતીકાલની કેબિનેટ બેઠક પર તમામની નજર મંડાયેલી છે, કારણ કે ત્યાંથી જ આ નવા નિયમોને અંતિમ સ્વરૂપ મળવાની શક્યતા છે.
