Gujarat News/ ઋષિકેશ પટેલનો ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસ, રોકાણકારોને ગુજરાતનું આમંત્રણ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ (New Zealand Visit)દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel)તથા સમગ્ર પ્રતિનિધિમંડળે ઓકલેન્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ક્રિકેટ મેચ પણ નિહાળી હતી

Gujarat
ગુજરાત સરકારના  ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel)વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના (Vibrant Gujarat 2027) ભાગરૂપે ગુજરાતમાં વૈશ્વિક રોકાણ (Foreign Investment)આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સહયોગની નવી તકો વિકસાવવાના ઉદ્દેશ્યથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સત્તાવાર પ્રવાસ કર્યો હતો

Gujarat News : ગુજરાત સરકારના  ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel)વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના (Vibrant Gujarat 2027) ભાગરૂપે ગુજરાતમાં વૈશ્વિક રોકાણ (Foreign Investment)આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સહયોગની નવી તકો વિકસાવવાના ઉદ્દેશ્યથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સત્તાવાર પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, સિડની અને બ્રિસ્બેન તેમજ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની મુલાકાત લીધી હતી.

આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વ્યાપારી અગ્રણીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આમંત્રિત કરવાનો તથા ગુજરાત અને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની નવી સંભાવનાઓ વિકસાવવાનો હતો.

મંત્રી સાથેના પ્રતિનિધિમંડળમાં નીચેના અગ્રણીઓ જોડાયા હતા

મેહુલ વૈદ્ય, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
શ્રેયાંશ ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર, શક્તિ ગ્રૂપ
હર્ષિલ તમાકુવાલા, મેનેજિંગ ડિરેક્ટર, હિન્દુસ્તાન મેગ પ્રા. લિ.
મિલન ઠક્કર, ડિરેક્ટર, એલેક્સિસ એડવાઇઝર્સ એલએલપી
વિપુલ ગજિંગવાર, રિજનલ ડિરેક્ટર, Assocham – ગુજરાત કાઉન્સિલ
શિવેશ શિંદે, કન્સલ્ટન્ટ, KPMG
ધવલ પટેલ, IAS
રૂપવંતસિંહ, IAS

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ (Australia Visit)દરમિયાન પ્રતિનિધિમંડળ સાથે ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના વાઇસ કોન્સ્યુલ  યાન સિંકલેર તથા રિસર્ચ ઓફિસર  ફ્લોરેન્સ અલ્ફોન્સો પણ જોડાયા હતા.

પ્રવાસ દરમિયાન મંત્રીએ વિવિધ અગ્રણી ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે મુલાકાતો યોજી હતી. વિવિધ કંપનીઓની મુલાકાત લઈને રોકાણ, ઔદ્યોગિક વિકાસ અને પરસ્પર સહયોગની નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 

આ પ્રવાસ દરમિયાન  મંત્રીએ ઓસ્ટ્રેલિયા ખાતે વસતા ગુજરાતી સમાજના સભ્યો, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને ભારતીય ડાયસ્પોરા સાથે પણ આત્મીય મુલાકાતો અને સંવાદ કર્યો હતો. વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓને મળવું હંમેશાં એક વિશેષ આનંદ અને ગૌરવની લાગણી કરાવે છે. ભલે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર વસતા હોઈએ, પરંતુ ભાષા, સંસ્કૃતિ, સંસ્કાર અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ આપણને એક પરિવારની જેમ જોડે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ ખરેખર આપણું વિસ્તૃત પરિવાર છે, અને તેમની સાથેની મુલાકાત હંમેશાં હૃદયસ્પર્શી અને યાદગાર બની રહે છે.

આ ઉપરાંત, પ્રતિનિધિમંડળે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ સ્ટેડિયમ તથા રમતગમતના માળખાકીય સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યાંની મેનેજમેન્ટ ટીમો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ સાથે રમતગમતના વિકાસ, આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સના આયોજન અને સંચાલન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને ગુજરાતમાં આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન તથા ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પાસાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ (New Zealand Visit)દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel)તથા સમગ્ર પ્રતિનિધિમંડળે ઓકલેન્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ક્રિકેટ મેચ પણ નિહાળી હતી. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડ ખાતે ભારતનાં હાઈ કમિશનર મુઆનપુઈ સાઈઆવી તથા ઓકલેન્ડ ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર પ્રવાસ ગુજરાતને વૈશ્વિક રોકાણના (Foreign Investment)અગ્રણી કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવા, આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂત બનાવવા, ઉદ્યોગ અને રમતગમત ક્ષેત્રે નવી ભાગીદારી વિકસાવવા તથા રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવી તકોના દ્વાર ખોલવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે.

 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (Vibrant Gujarat 2027)ના માધ્યમથી ગુજરાત વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે અને રોકાણ, નવીનતા, આંતરરાષ્ટ્રીય સહયોગ તથા સમૃદ્ધિના નવા આયામો સર કરી રહ્યું છે.


આ પણ વાંચો: અમદાવાદમાં IIT મોડલ પ્રમાણે ‘રીસર્ચ પાર્ક’ બનશે, મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

આ પણ વાંચો:બનાસકાંઠા દાંતા ખાતે 107માંથી 76 ખનિજ લીઝ કાર્યરત, 31 એ.ટી.આર. બંધ : ઋષિકેશ પટેલ

આ પણ વાંચો:  સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠાથી વેતનની સાથે પ્રતિષ્ઠા પણ મળશે: ઋષિકેશ પટેલ